ઇન્દ્રીયોને જે સુખ મળે છે તે છોડવાનું ગમતું નથી - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ઇન્દ્રીયોને જે સુખ મળે છે તે છોડવાનું ગમતું નથી

ઇન્દ્રીયોને જે સુખ મળે છે તે છોડવાનું ગમતું નથી

 | 2:16 am IST

ગીતાસાર

” યતતઃ હિ અપિ કૌન્તેય પુરુષસ્ય વિપિૃત

ઇન્દ્રીયાણિ પ્રપાથી નિહરાન્તિ પ્રસભમ મનઃ  ૨/૬૦ ”

અર્થઃ ” સાવધાનીથી ઇન્દ્રીયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિદ્વાન મનુષ્યના મનને પણ ઇન્દ્રીયો પરાણે હરી લે છે અને બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. ”

ભગવાન અર્જુનજીને કહે છે કે સંસારમાં વિવેકી અને વિદ્વાન પુરુષો સંસારી જીવનથી મુક્ત થવા માટે પ્રયત્નો કરતા હોય છે. આવા પ્રયત્નો દરમિયાન તે પુરુષના મનને તેની ઈંદ્રીયો વિચલિત કરતી હોય છે, કેમ કે આ ઇન્દ્રીયોને જે સુખ મળે છે તે છોડવાનું ગમતું નથી. આ ઈંદ્રીયોમાં મનુષ્યની ત્વચા, જીભ,આંખ તેમજ અન્ય અંગોનો સમાવેશ થાય છે. વ્યક્તિ મોક્ષ મેળવવાનો નિર્ણય કરે એટલે સ્વાભાવિક રીતે તેની દૈનિક ક્રિયાઓમાં ફેરફર થાય છે.

જેમાં પરોઢિયે વહેલા ઊઠવું, યોગાસનો અન્ય કસરત કરવી, મિતાહારી અને મિતભાષી બનવું વગેરેનો સમાવેશ થાય છે. આંખોને સુંદર દૃશ્યો જોવાનું ગમે છે, જીભને ચટાકેદાર જમવાનું ગમે છે. તેવી જ રીતે અન્ય ઈંદ્રીયો પણ તેમને ગમતું સુખ મેળવવા તત્પર હોય છે, પરંતુ વ્યક્તિની મોક્ષ તરફ જવાની ગતિવિધિને કારણે આ બધી ઈંદ્રીયો પર અંકુશ – નિયંત્રણ આવે છે. જ્યારે તમે કોઇ પણ વ્યક્તિને કોઇ કામ કરવાની ના પાડો ત્યારે તે વ્યક્તિને તેનું કારણ જાણવામાં રસ હોય છે, એટલું જ નહીં પરંતુ ના પાડેલું કામ કરવા માટેની તેની તત્પરતા વધી જતી હોય છે.

આવું જ ઈંદ્રીયોની બાબતમાં છે. આંખને અમુક દૃશ્યો જોવાની ના પાડો કે જીભને અમુક ખોરાક ખાવાની ના પાડો તો તે જોવા કે ખાવા માટેનું તેનું આકર્ષણ અનેક ગણુ વધી જાય છે. ભગવાન કહે છે કે આમ વ્યક્તિ જ્યારે મોક્ષ મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે તેની ઈંદ્રીયો જબરજસ્તીથી તેમ કરતાં અટકાવવાનો પ્રયત્ન કરે છે. આ બાબત ધ્યાને લઇ આપણે મોક્ષ માટેનો પ્રયત્ન કરીએ ત્યારે ઈંદ્રીયોને પણ અંકુશમાં રાખવાનું શીખવું જોઇએ. અસ્તુ.

– અનંત પટેલ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન