Syed Akbaruddin shakes hand with Pakistani Journalists
  • Home
  • Videos
  • Featured Videos
  • આ ભારતીય રાજદૂતે UNની બહાર આ રીતે પાકિસ્તાની પત્રકારોની કરી બેઈજ્જતી, Video

આ ભારતીય રાજદૂતે UNની બહાર આ રીતે પાકિસ્તાની પત્રકારોની કરી બેઈજ્જતી, Video

 | 12:10 pm IST

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મામલે યોજાયેલી બંધ બારણે બેઠકમાં ચીન-પાકિસ્તાનની સહિયારી બેઈજ્જતી થઈ હતી. ત્યાર બાદ યૂએનમાં ભારતીય રાજદૂત સૈયદ અકબરૂદ્દીને પાકિસ્તાની પત્રકારોને ભોંઠા પાડ્યા હતાં .

કાશ્મીર મામલે યોજાયેલી UNSCની બેઠક બાદ દુનિયાભરની નજર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ હતી. જેમાં સૈયદ અકબરૂદ્દીને પોતાની કુટનૈતિક કુશળતાનો પરિચય આપતા કંઈક એવું કર્યું કે જેનાથી પાકિસ્તાની પત્રકારોની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. તેમણે સૌથી પહેલા પાકિસ્તાનના ત્રણ પત્રકારોના સવાલોનો જવાબ આપ્યો અને તે દરમિયાન તેઓ એકદમ આત્મવિશ્વાસથી ભરપુર જણાયા. તેમણે કહ્યું કે, તમારા લોકોના મનમાં કોઈ શંકા ના રહેવી જોઈએ કારણ કે હું ત્રણેય પત્રકારોના સવાલોનો જવાબ આપી રહ્યો છું.

જેવો પાકિસ્તાનના એક પત્રકારે તેમને છેલ્લો સવાલ પુછ્હ્યો કે નવી દિલ્હી, ઈસ્લામાબાદ સાથે હવે વાતચીત કરશે? તો અકબરૂદ્દીને પોડિયમને આગળ કરી એકદમ આત્મવિશ્વાસ સાથે બોલ્યા, ચલો, આની શરૂઆત સૌથી પહેલા મારે તમારી સાથેથી જ કરવી છે. હાથ મિલાવવા દો. ત્યાર બાદ તેમણે એક એક કરીને ત્રણેય પાકિસ્તાની પત્રકારો સાથે હાથ મિલાવ્યા અને આ દરમિયાન ત્યાં હાજર દુનિયાભરના પત્રકારો હસી પડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન