India's coastal puffer fish poisoning, first confirmed by scientists
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતના દરિયાકાંઠાની પફર ફિશમાં ઝેર, સૌપ્રથમ વાર વૈજ્ઞાાનિકોની પુષ્ટિ, ટેટ્રોડો ટોક્સિન મળ્યું, સાયનેડથી 1500 ગણો વધુ ઘાતક

ભારતના દરિયાકાંઠાની પફર ફિશમાં ઝેર, સૌપ્રથમ વાર વૈજ્ઞાાનિકોની પુષ્ટિ, ટેટ્રોડો ટોક્સિન મળ્યું, સાયનેડથી 1500 ગણો વધુ ઘાતક

 | 7:33 am IST
  • Share

વેરાવળનો યુવાન તાત્કાલિક સારવારના કારણે બચી ગયો…ફિશમાં ટેટ્રોડો ટોક્સિન મળ્યું, સાયનેડથી ૧૫૦૦ ગણો વધારે ઘાતક

ભારતમાં પફર ફિશમાં ઝેર હોવાની પુષ્ટિ પહેલી વાર વૈજ્ઞાાનિકોએ કરી છે, આ સાથે જ ભારતમાં ૧૧ પ્રકારની પફર ફિશ જોવા મળે છે. વેરાવળના એક ૨૩ વર્ષીય યુવાને મે ૨૦૨૦માં પફર ફિશ ખાધી હતી, જોકે ફિશ ખાધા પછી ૧૫ જ મિનિટમાં યુવાનની તબીયત લથડી હતી, જેમાં વોમિટ થવી, ઊંઘ આવવી અને ચક્કર આવવા સહિતના લક્ષણો દેખાયા હતા.

જેને કારણે ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવો પડયો હતો, તાત્કાલિક સારવારને લીધે આ યુવાનનો જીવ બચી ગયો હતો. સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફિશરીઝ ટેક્નોલોજી, કોચીનના અહેવાલમાં આ બાબત તાજેતરમાં જ પ્રસિદ્ધ થઈ છે.

વેરાવળના યુવાનને તાત્કાલિક ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો, સારવારને લીધે જીવ બચી ગયો હતો, આ યુવાને સ્ટેલેટ પફર ફિશ ખાધી હતી, આ ફિશમાં ટેટ્રોડો ટોક્સિન (ટીટીએક્સ) હોય છે, જે સાયનેડથી ૧૫૦૦ ગણો વધારે ઘાતક હોય છે, આ યુવાનને સારવાર કરવામાં આવી ત્યારે જે જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા તે તમામ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, કઈ રીતે ઝેર ફેલાય છે તે જાણવા માટે ફિશના ડીએનએની ચકાસણી કરવામાં આવી હતી, આ ફિશના ખાધા પછી ઝેર ફેલાય, મોત થાય તેવા અનેક કેસ બને છે.

જોકે વૈજ્ઞાાનિક રીતે પહેલી વાર આ બાબત પુરવાર થઈ છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, અમેરિકામાં રેકર્ડ રખાય છે પણ આપણે ત્યાં સ્ટડી થયા નથી. રિપોર્ટના તારણ પ્રમાણે માછીમારો, તેને વેચનારા અને ખાનારા ઝેરી પદાર્થ અંગે વાકેફ હોતા નથી, બજારમાં આ માછલી ખૂબ સસ્તી મળતી હોય છે. ભારતના દરિયા કાંઠે ૧૧ પ્રકારની પફર ફિશ જોવા મળે છે. માછલી ખાનારાને માછલીમાં ઝેર હોય છે તેની ખબર ઔહોતી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો