India's Coronavirus Total Cases Cross 17 Lakh
  • Home
  • Corona
  • ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 17 લાખને પાર, નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે…

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 17 લાખને પાર, નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે…

 | 11:24 am IST

દેશમાં કોરોના વાયરસની ઝપટમાં આવનારાઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણની રફતારનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં દરરોજ 50 હજારથી વધુ સંક્રમિત દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમિત 54736 દર્દીઓની પુષ્ટિ થઇ છે. નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે પ્રસારના સીમાડાઓનો અંદાજો જાણવા માટે એક અખિલ ભારતીય સીરો-સર્વે કરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટના મતે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 લાખને પાર થઇ ચૂકી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 17,50,723 થઇ ચૂકી છે. તેમાં 5,67,730 એક્ટિવ કેસ છે.

સારી વાત એ કહેવાશે કે દેશમાં અત્યાર સુધી 11,45,630 કોરોના સંક્રમિત દર્દી સારવાર બાદ સાજા થયા છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઇ ચૂકયા છે. કોરોનાની ઝપટમાં આવવાથી અત્યાર સુધીમાં 37364 દર્દીના મોત થયા છે.

ICMRના મતે 1 ઑગસ્ટ સુધીમાં દેશભરમાં 1,98,21,831 સેમ્પલની તપાસ કરાઇ છે. તેમાં શનિવારના રોજ ટેસ્ટ કરાયેલ 4,63,172 સેમ્પલ પણ સામેલ છે.

ગામડાંઓ સુધી ફેલાયો

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસ દૂર-દૂરના વિસ્તારો સુધી ફેલાઇ ગયો છે. આંકડાઓ બતાવે છે કે છેલ્લાં ત્રણ મહિનામાં 1000થી વધુ કોરોના કેસવાળા જિલ્લાઓની સંખ્યા પાંચ થી વધીને 206 સુધી પહોંચી ગઇ છે.

કોરોનાને લઇ covid19india.orgના જિલ્લાવાર આંકડાને જોતા ખબર પડી રહી છે કે હવે આ જીવલેણ વાયરસ દેશના મોટાભાગના જિલ્લામાં ઝડપથી પગપેસારો કરી રહ્યું છે. કોરોનાના આંકડા બતાવે છે કે અત્યાર સુધીમાં આ મહામારીએ દેશના લગભગ દરેક જિલ્લાને પોતાની ઝપટમાં લઇ લીધા છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં માત્ર ત્રણ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા હતા પરંતુ એપ્રિલના અંત સુધીમાં કોરોના વાયરસ 450 જિલ્લામાં ફેલાયો.

આ વીડિયો પણ જુઓ : કોરોના સંક્રમણને લઈને રાહતના મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન