ભારતની પહેલી કોરોના વેક્સિન કોવેક્સિનને DCGI દ્વારા હ્યુમન ટ્રાયલની મંજૂરી અપાઈ - Sandesh
  • Home
  • India
  • ભારતની પહેલી કોરોના વેક્સિન કોવેક્સિનને DCGI દ્વારા હ્યુમન ટ્રાયલની મંજૂરી અપાઈ

ભારતની પહેલી કોરોના વેક્સિન કોવેક્સિનને DCGI દ્વારા હ્યુમન ટ્રાયલની મંજૂરી અપાઈ

 | 12:51 am IST

। નવી દિલ્હી ।

કોરોના સામેના જંગમાં ભારતની ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા સફળતાપૂર્વક પહેલી વેક્સિન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદની કંપનીને કોવેક્સિનની હ્યુમન ટ્રાયલ હાથ ધરવા માટે ડ્રગ ક્ન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા પરવાનગી અપાઈ છે. જુલાઈથી જ આ વેક્સિન કોવેક્સિનનું માનવીઓ પર પરીક્ષણ શરૂ કરવામાં આવશે. હાલ પહેલા અને બીજા તબક્કાના માનવ પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશની અન્ય પાંચ ફાર્મા કંપનીઓ પણ કોરોનાની વેક્સિન બનાવી રહી છે.

DCGI, આરોગ્ય મંત્રાલયની લીલીઝંડી

કંપનીએ કહ્યું હતું કે વેક્સિનનું જુલાઈથી જ માનવીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. સાર્સ સીઓવી-૨ સ્ટ્રેનને પૂણે ખાતેની NIVમાં અલગ કરવામાં આવ્યો હતો અને વેક્સિન માટે ભારત બાયોટેકને આ વાઈરસ આપવામાં આવ્યો હતો. ભારત બાયોટેકની મ્જીન્-૩ એટલે કે બાયો સેફ્ટી લેવલ ખાતે તેને તૈયાર કરાઈ છે. DCGI તેમજ આરોગ્ય મંત્રાલય, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પહેલા અને બીજા તબક્કામાં તેનું માનવ પરીક્ષણ કરાશે.

ICMR, NIVની સાથે મળીને તૈયાર કરાઈ । કંપનીના ચેરમેન અને એમડી ડો. કૃષ્ણા એલ્લાએ કહ્યું હતું કે કોરોનાની વેક્સિન બનાવ્યાની જાહેરાત કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. દેશમાં બનાવાયેલી આ પહેલી વેક્સિન છે. જે ICMR તેમજ NIVની સાથે મળીને તૈયાર કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન