India's first sports arbitration center was set up at Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભારતનું પહેલું સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટર અમદાવાદ ખાતે બન્યું

ભારતનું પહેલું સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટર અમદાવાદ ખાતે બન્યું

 | 5:27 pm IST
  • Share

  • આ સેન્ટરથી કાયદાકીય પ્રક્રિયા ઝડપી થશે
  • અત્યાર સુધી ઇન્ટરનેશનલ લેવલ પર આ પ્રક્રિયા થતી હતી
  • ઓલમ્પિકમાં ખેલાડીઓની ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે

સ્પોટર્સ ક્ષેત્ર દિવસેને દિવસે વધી રહ્યું છે. રમત પણ વધી રહી છે તેમજ ખેલાડી પણ વધી રહ્યા છે. જેની સાથે ખેલાડીઓને લગતા પ્રશ્નો પણ વધી રહ્યા છે. જે કેસનું નિરાકરણ આવે તે દિશામાં સરકારે એક ડગલું આગળ વધાર્યું છે અને ઓલિમ્પિકના ખેલાડીઓને કાયદાકીય રક્ષણ અને સમજણ પૂરી પડવાના સેન્ટરની શરૂઆત થઈ છે. જેને મીની કોર્ટ તરીકે પણ ઓળખી શકાય છે.

સ્પોટર્સ આરબીટ્રેશન સેન્ટરમાં જજ હાજર રહેશે અને કેસમાં ફસાયેલા ખેલાડી અને તેમના વકીલને સાંભળીને ન્યાય આપશે. જે સેન્ટરથી ખેલાડીઓના સમય અને નાણાંની બચત થશે. મહત્વનું છે કે અત્યાર સુધી ઇન્ટરનેશનલ લેવલ પર કાયદાકીય પ્રક્રિયા થતી હતી. કેમ કે ભારતમાં આવી કોઈ કોર્ટ કે સેન્ટર ન હતું. પણ હવે આ સેન્ટર શરૂ થવાથી કાયદાકીય પ્રક્રિયા જલ્દી થશે અને ખેલાડીઓનું ભવિષ્ય પણ સુધરશે. તો સેન્ટરથી ઓલમ્પિકના ખેલાડીઓની ન્યાય પ્રક્રિયા પણ ઝડપી બનશે.

સેન્ટરની શરૂઆત કરનાર કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ સેન્ટરની શરૂઆત કરતા સમયે તેમણે કહ્યું કે. આજે ગુજરાતમાં આવુ મોટું કામ કરવાનો તેમને મોકો મળ્યો છે. તો રમતને લઈ ટ્રાન્સસ્ટેડિયાએ મોટું કામ કર્યું હોવાનું પણ જણાવ્યું.

વધુમાં તેમણે જણાવ્યું કે, દેશમાં સ્પોર્ટ્સ સાથે સ્પોર્ટ્સ સાયન્સ, મેડિટેશન, આર્બીટ્રેશન માટે કામ કરવાનું છે તો સ્પોર્ટ્સ સેકટરને આગળ વધારવા એક્ટ કે પોલિસી લાવવાની હશે તો લાવીશું. આ સાથે જ કેન્દ્રીય કાયદામંત્રીએ ટ્રાન્સસ્ટેડિયાના મોડલને અન્ય પણ અનુસરે એવું પણ જણાવ્યું હતું.

સાથે જ સ્પોર્ટ્સ આરબીટ્રેશન સેન્ટરની શરૂઆત કરતા કિરણ રિજ્જુએ જણાવ્યું કે અમદાવાદ સ્પોર્ટિંગ સીટી તરફ આગળ વધી રહ્યું છે. સ્પોર્ટ્સ વધતા કેસ વધશે અને આર્બીટ્રેશન સેન્ટરનું ભારણ વધશે. સ્પોર્ટ્સ આર્બીટ્રેશન ક્ષેત્રે ઘણું બધું કામ કરવાનું બાકી હોવાનું પણ જણાવ્યું. વડાપ્રધાન પણ ઈચ્છે છે કે આર્બીટ્રેશન તરફ કામ કરવામાં આવે, જે દિશામાં કામ કર્યું. તો વધુમાં જણાવ્યું કે BCI પ્રાઇવેટ બોડી હોવાથી તે આર્બીટ્રેશન સેન્ટર હેઠળ નહીં આવે પણ ઓલિમ્પિકમાં રમાતી તમામ રામતોનો આર્બીટ્રેશન સેન્ટર હેઠળ સમાવેશ. જેથી તે તમામને ઝડપી ન્યાય મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો