India's Forex Reserve Increase Of Record high
  • Home
  • Business
  • દેશના Forex Reserve એ તોડી નાંખ્યો તમામ રેકોર્ડ, પહેલી વખત આટલા લાખ ડોલરને પાર

દેશના Forex Reserve એ તોડી નાંખ્યો તમામ રેકોર્ડ, પહેલી વખત આટલા લાખ ડોલરને પાર

 | 12:52 pm IST

દેશનું ફોરેક્સ રિઝર્વ (Forex Reserve) એટલે કે વિદેશી મુદ્રા ભંડાર પહેલી વખત 550 અબજ ડોલરને પાર થઇ ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના આંકડા પ્રમાણે 9 ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 5.867 અબજ ડોલરથી વધીને 551.505 અબજ ડોલર પર પહોંચી ગયું. આની પહેલાં 2 ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 3.618 અબજ ડોલર ઉછળીને 545.638 અબજ ડોલર થઇ ગયું હતું.

9 ઑક્ટોબરના રોજ પૂરા થતા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ઉછાળાનું કારણ ફોરેન કરન્સી એસેટ (FCA)માં વધારો છે, જો કે કુલ રિઝર્વનો એક ખૂબ મોટો હિસ્સો હોય છે. 9 ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 5.737 અબજ ડોલર વધીને 508.783 અબજ ડોલર પર પહોંચી ગયું. FCAને ડોલરમાં લખાય છે પરંતુ તેમાં વિદેશી મુદ્રા સંપત્તિઓમાં હાજર યુરો, પાઉન્ડ અને યેન જેવી બીજી નોન-ડોલર મુદ્રા સંપત્તિની વેલ્યૂમાં વોલેટાલિટીની પણ તેના પર અસર પડે છે.

ગોલ્ડ રિઝર્વની વેલ્યુ 11.3 કરોડ ડોલર વધી

9 ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન જ ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું છે. RBIના આંકડા પ્રમાણે ગોલ્ડ રિઝર્વ આ દરમ્યાન 11.3 કરોડ ડોલર વધીને 36.598 અબજ ડોલર થઇ ગયું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં દેશનો સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 40 લાખ ડોલર વધીને 1.480 અબજ ડોલર થઇ ગઇ. આઇએમએફમાં દેશની રિઝર્વ પોઝીશન પણ 1.3 કરોડ ડોલરથી વધીને 4.644 અબજ ડોલર પર પહોંચી ગઇ.

આ વીડિયો પણ જુઓ : સુરેન્દ્રનગરમાં નવરાત્રી પર્વમાં માટીના ગરબાનું 30 ટકા જેટલું જ વેચાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન