IMFની ભવિષ્યવાણી: ચીનના GDP ગ્રોથને પછાડશે ભારત

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની જીડીપી વૃદ્ધિની આગાહીને જાળવી રાખી છે. જો કે, મોંઘા ક્રૂડ અને વૈશ્વિક નાણાના અભાવને લીધે, આગામી વર્ષ માટે જીડીપી વૃદ્ધિમાં થોડો ઘટાડો થયો છે. તેનું કહેવું છે કે વિકાસની દ્રષ્ટિએ ભારત ચીનથી આગળ હશે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે.
આઇએમએફએ તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં લખ્યું છે કે વર્ષ 2019માં ભારતનો વિકાસ 7.3% અને ફિસ્કલ વર્ષ 2020 માટે 7.4% નો વિકાસ થઈ શકે છે. જોકે જાન્યુઆરીની આગાહીઓમાં 7.5% વૃદ્ધિનો અંદાજ આપ્યો હતો. તેણે અંદાજ આપ્યો છે કે 2018માં ચીનનો જીડીપી ગ્રોથ 6.6% અને 2019માં 6.2% રહેશે. નાણાકીય વર્ષ 2018માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.7% હતો.
આઇએમએફએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રના વિકાસમાં તીવ્રતા દર્શાવે છે કે નોટબંધી અને જીએસટી પરના પગલાઓના લીધે ચલણ પરિવહનના આંચકાથી ફરી ઉભરી રહ્યું છે. આમાં તેને રોકાણમાં આવી રહેલી મજબૂતી અને ખાનગી એકત્રીકરણમાંથી મદદ મળી રહી છે. ઊંચો મૂડી ખર્ચ હોવા છતાં, નાણાકીય વર્ષ 2019માં એપ્રિલ કરતાં ઓછા રોકાણનો અંદાજ આપ્યો છે.
શુક્રવારે નાણાકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈએ ફિસ્કલ વર્ષ 2019 માટે 7.4 ટકાની વૃદ્ધિની આગાહી કરી છે. આઇએમએફનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનું કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 3% જેટલું થઈ શકે છે. જોકે 2020 માં તે 2.5% સુધી પહોંચશે.