2017-18માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહે તેવું અનુમાન - Sandesh
  • Home
  • Business
  • 2017-18માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહે તેવું અનુમાન

2017-18માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહે તેવું અનુમાન

 | 7:46 pm IST

દેશનો જીડીપી ગ્રોથ વર્ષ 2017-18 દરમિયાન 6.5% રહે તેવી શક્યતા છે. વર્ષ 2016-17માં જીડીપી ગ્રોથ 7.1% હતો. સેન્ટ્રક સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ વાત સામે આવી હતી. નોટબંધી અને જીએસટી લાગુ કર્યા બાદ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહેલી સરકાર માટે આ આંકડા થોડા ચિંતાજનક છે. જારી કરવામાં નવા આંકડાઓના કારણે અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી થવાની અટકળોને વેગ મળ્યો છે.

CSO દ્વારા ચાલુ નાણાંકિય વર્ષના બહાર પાડવામાં આવેલા આંકડા સરકાર માટે ખુશખબરી પણ લઈને આવ્યાં છે. CSOના આ અહેવાલમાં વર્ષ 2017-18 દરમિયાન માથાદીઠ આવકમાં 5.3 ટકા વધારો થવાનું અનુંમાન લગાવવામાં આવ્યું છે. નવા આંકડાઓમાં વર્ષ 2017-18 માટે જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યૂ એડેડનું અનુંમાન પણ ઘટાડીને 6.1 ટકા કરવામાં આવ્યું છે.

અગાઉ આરબીઆઈએ વર્ષ 2017-18 માટે જીવીએ 6.7 ટકાનું અનુંમાન લગાવવામાં આવ્યું હતું. જીડીપીમાં ટેક્સને ઘટાડીને જીવીએ કાઢવામાં આવે છે.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા સરકાર માટે ચિંતાજનક એટલા માટે છે કે કે સરકાર હાલ વર્ષ 2018-19ના બજેટની તૈયારીમાં લાગી ગઈ છે. તે દરમિયાન જ આવેલા આ આંકડા સરકારને વર્તમાન વર્ષના બજેટમાં નવી રણનીતિ બનાવવા મજબુર કરી શકે છે. 2 મહિના પહેલા જ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશમાં ભારતની રેંન્કિંગ સુધરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાણાંમંત્રી અરૂણ જેટલીએ સંસદમાં વર્ષ 2016-17 દરમિયાન અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી હોવાનું સ્વિકાર્યું હતું.