ભારત-ચીન વચ્ચે તણાવનું નવું કારણ બની શકે છે ચાબહાર પોર્ટ - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ભારત-ચીન વચ્ચે તણાવનું નવું કારણ બની શકે છે ચાબહાર પોર્ટ

ભારત-ચીન વચ્ચે તણાવનું નવું કારણ બની શકે છે ચાબહાર પોર્ટ

 | 11:49 pm IST

ઈરાનમાં આવેલું ચાબહાર બંદરગાહ ભારત અને ચીન વચ્ચે રાજકીય તંગદિલીનું હવે પછીનું કારણ બની શકે છે. ભારત વ્યૂહાત્મકપણે મહત્વનાં મનાતાં ઈરાનનાં ચાબહાર બંદરને ૫૦ હજાર કરોડના ખર્ચે વિકસાવી રહ્યો છે. ભારત તરફથી થતા રહેતા વિલંબને કારણે પ્રોજેક્ટ પર ઝડપી કામ થાય તે હેતુસર ઈરાન ચીન તરફ ઝૂકી રહ્યો છે. ઈરાનનાં પાટનગર તહેરાનથી ૧,૮૦૦ કિ.મી.નાં અંતરે આવેલાં ચાબહાર બંદરને વિકસાવવામાં ભારતે સૌપ્રથમ ૨૦૦૩માં રૂચિ દાખવી હતી. એક અહેવાલ મુજબ માર્ચ મહિનામાં ઈરાનના વિદેશપ્રધાન જાવેદ જરીફે ઇસ્લામાબાદની મુલાકાત કરી હતી, તે વખતે જાફરીએ કહ્યું હતું કે ચાબહાર પોર્ટનાં નિર્માણમાં ઈરાન પાકિસ્તાન અને ચીનનાં રોકાણને આવકારશે. જરીફે તે વખતે પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન ગ્વાદર પોર્ટનું પણ ઉદાહરણ આપ્યું હતું. ગ્વાદર પોર્ટને ચીનના પ્રમખ શી જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો પ્રથમ શોકેસ પણ માનવામાં આવે છે.

ઈરાન ચાબહાર પોર્ટને એક આર્થિક સફળતાના રૂપમાં સુનિશ્ચિત કરવા માગતો હોવાથી તેનાં વલણમાં આવેલા ફેરફારને સમજી શકાય તેમ છે. હિંદ મહાસાગરમાં ચીનના વિસ્તારનો વિરોધ કરી રહેલા ભારત માટે આ વ્યૂહાત્મક પરાજય છે. ભારત ચિંતા જાહેર કરી ચૂક્યો છે કે ચીન ગ્વાદર બંદરગાહનો ઉપયોગ એક દિવસ પોતાનાં સૈન્યમથક માટે કરી શકે છે, તે ઉપરાંત મ્યાનમારથી માંડીને બાંગ્લાદેશ અને ત્યાંથી શ્રીલંકા સુધી ચીનની મદદથી બની રહેલાં બંદરગાહ ભારત માટે ચિંતાના વિષય બની ચૂક્યાં છે.

ઓસ્ટ્રેલિયાઈ નેશનલ યુનિર્વિસટીના રિસર્ચ ફેલો ડેવિડ બ્રૂસ્ટર કહે છે કે બેઇજિંગ તરફથી થનારૂં કોઈપણ પ્રકારનું ઔપચારિક રોકાણ ભારતના પ્રભાવને ઘટાડી શકે છે. તે બંદરગાહનો ઉપયોગ ભારતીય હિલચાલ પર નજર રાખવા પણ થઈ શકે છે.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન થિંકટેન્કના ફેલો મનોજ જોશી કહે છે કે ચીન ઈરાનમાં રેલવેમાર્ગ વિકસાવશે અને ઈરાનમાં તેની ઘણું રોકાણ કરેલું છે. ઈરાનમાં ભારત કરતાં ચીનની વિશ્વસનીયતા વધુ છે.

ઈરાન-પાકિસ્તાન દોસ્તી

ગ્વાદર પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ દોસ્તેન ખાન જમલદિને ફોન પર કહ્યું હતું કે, ‘ઈરાને રોકાણ માટે મૂકેલી દરખાસ્તને પાકિસ્તાનમાં આવકારવામાં આવી છે. એવું પહેલી વાર બન્યું છે કે ઈરાન દ્વારા હકારાત્મક નિવેદન આવ્યું છે,’ એટલું જ નહીં બંને દેશ વચ્ચે ગ્વાદર અને કરાચી પોર્ટને ઈરાનનાં ચાબહાર પોર્ટ સાથે જોડતી ફેરીર્સિવસ શરૂ કરવા વિચારણા થઈ રહી છે.