ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દેશમાં હીરો પણ વિશ્વમાં ઝીરો : ઊંચા રેન્ક પછી પણ શિક્ષણનું સ્તર નબળું કેમ? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દેશમાં હીરો પણ વિશ્વમાં ઝીરો : ઊંચા રેન્ક પછી પણ શિક્ષણનું સ્તર નબળું કેમ?

ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દેશમાં હીરો પણ વિશ્વમાં ઝીરો : ઊંચા રેન્ક પછી પણ શિક્ષણનું સ્તર નબળું કેમ?

 | 2:00 am IST
  • Share

વિશ્વના અનેક દેશોની સરખામણીમાં ભારતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું હોવાનો લાખો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ઊંચી ફી ભરીને સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યાં પછી વિશ્વ સ્તરની સ્પર્ધામાં તેઓ પોતાનું હીર બતાવી શકતાં નથી. જ્યારે જ્યારે વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની યાદી જાહેર થાય છે ત્યારે ટોપ ટેનમાં તો નહીં પણ ટોપ ૧૦૦માં પણ ભારતની એકપણ યુનિર્વિસટી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું નામ શોધવામાં આવે તો પણ જડતું નથી. દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પાસે એવી આશા રાખવામાં આવે છે કે તે અવનવા શોધ સંશોધનો કરે અને નવા વિચારો લોકો સમક્ષ મૂકે પણ સંસાધનોને અભાવે આ સપના સાકાર થઈ શકતાં નથી. આજકાલ આખા વિશ્વમાં તમામ ક્ષેત્રે સ્પર્ધાનો દોર શરૃ થયો છે ત્યારે ભારતની શિક્ષણ સંસ્થાઓ પણ તેમાંથી બાકાત રહી શકે નહીં. શિક્ષણ સંસ્થાઓનાં સતત મૂલ્યાંકનથી સ્પર્ધા અને પ્રગતિને પ્રોત્સાહન મળે છે. યુનિર્વિસટી ગ્રાન્ટસ કમિશનની દેખરેખ હેઠળ દેશમાં શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કરીને તેને રેન્કિંગ આપવા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (ગ્દછછઝ્ર)ની રચના કરવામાં આવી છે જેનાં દ્વારા દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કેટલાક માપદંડોને આધારે રેન્કિંગ આપવામાં આવે છે. અનેક કોલેજો અને યુનિર્વિસટીઓ દ્વારા પોતાનું રેન્કિંગ સુધારવા માટે શિક્ષણ અને શોધ સંશોધન જેવા કાર્યોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. તંદુરસ્ત સ્પર્ધાના લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે. આમ છતાં ભારતની શિક્ષણ સંસ્થાઓ દેશમાં હીરો છે પણ વિશ્વમાં ઝીરો છે. ઊંચું રેન્ક મેળવ્યા પછી અનેક શિક્ષણ સંસ્થાઓ એવી છે કે જેનું શિક્ષણનું સ્તર હોવું જોઈએ તેનાં કરતા ઘણું નબળું છે. કેન્દ્રનાં શિક્ષણ મંત્રાલયે આ વર્ષનું ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ફરી એકવાર ૈંૈં્ મદ્રાસને પહેલો રેન્ક મળ્યો છે. બેસ્ટ રિસર્ચ સંસ્થા તરીકે ૈંૈંજીષ્ઠ બેંગલોરને પહેલું સ્થાન મળ્યું છે.  શ્રેષ્ઠ યુનિર્વિસટીઓમાં ૈંૈંજીષ્ઠ બેંગલોરને પહેલું સ્થાન મળ્યું છે જ્યારે ત્નગ્દેં ને બીજું અને મ્ઁેં ને ત્રીજું સ્થાન મળ્યું છે. કોલેજોમાં દિલ્હીની મિરાન્ડા હાઉસને પહેલો ક્રમ અપાયો છે. આના પરથી એક વાત એ નક્કી થાય છે કે દક્ષિણ ભારતની શિક્ષણ સંસ્થાઓની કામગીરી ઘણી સારી છે. પણ આનાથી હરખાઈ જવાની જરૃર નથી, કારણ કે જે શિક્ષણ સંસ્થાઓને કેટલાંક વર્ષ પહેલાં શ્રેષ્ઠ ગણવામાં આવતી હતી અને વિદેશની ઉત્તમ શિક્ષણ સંસ્થાઓ સાથે જેની તુલના કરાતી હતી તે સંસ્થાઓ હવે ટોપ ટેનમાં પણ સ્થાન પામી શકી નથી. શિક્ષણ સંસ્થાઓની નબળી કામગીરી માટે વિકાસ માટે પૈસાનો અભાવ, શિક્ષકો અને પ્રોફેસરો તેમજ ફેકલ્ટીની ખાલી પડેલી જગ્યાઓ ન પૂરવી, સમય સાથે તાલ મિલાવીને નવા નવા અભ્યાસક્રમો શરૃ નહીં કરવા જેવાં કારણો મહત્ત્વનાં છે. થોડા દિવસ પહેલાં શિક્ષણ મંત્રાલયે જ જાહેર કર્યું હતું કે દેશની યુનિર્વિસટીમાં ૪૦ ટકાથી વધુ સીટો ખાલી છે. આવા સંજોગોમાં તેમની પાસેથી સારી કામગીરી કે શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? સંસાધનો ઊભા કરવા યુનિર્વિસટીઓએ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવા પડે છે. તેમને પ્રયોગશાળાઓનો ખર્ચ મોંઘો પડે છે. અધકચરું જ્ઞાાન ધરાવતા શિક્ષકો કે પ્રોફેસરો દ્વારા અભ્યાસક્રમ પૂરો કરવો પડે છે. આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં નવા અભ્યાસક્રમ શરૃ કરવાની તો વાત જ ક્યાં રહી? સરકારે ખરેખર તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પાસે કયાં કયાં સંસાધનોની ઊણપ છે તેનું મૂલ્યાંકન કરવાની જરૃર છે. તેની લાચારી અને વિવશતાનું મૂલ્યાંકન કરવાની જરૃર છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવાની જરૃર છે. તો જ દેશનાં યુવાનો વિદેશોમાં ભારતનો ડંકો વગાડી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન