India's military power ranked fourth in the world
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનો ડંકો, પાકિસ્તાનનું ‘સુરસુરિયું’

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનો ડંકો, પાકિસ્તાનનું ‘સુરસુરિયું’

 | 4:06 pm IST

ભારત દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહ્યું છે. આર્થિક વૃદ્ધિની સાથે-સાથે ભારતની સૈન્ય શક્તિ વધારવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. હવે તેનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. દુનિયાભરના દેશો અને તેમની શક્તિઓનું આંકલન કરનારી સંસ્થા ગ્લોબલ ફાયર પાવર (જીએફપી) અનુસાર, ભારત સૈન્ય તાકાતનાં મામલામાં દુનિયાના ચોથા નંબરના સ્થાને છે. પાકિસ્તાન તરફથી ભારતને ભલે પરમાણું બોમ્બની ધમકીઓ આપવામાં આવતી હોય, પરંતુ જમીની હકીકતની વાત કરીએ તો સૈન્ય શક્તિના મામલામાં પાકિસ્તાન ભારતથી ખુબ પાછળ છે. આ લિસ્ટમાં પાકિસ્તાન શીર્ષ 10 દેશોમાં પણ સામેલ નથી.

ભારતે ફ્રાંસ-બ્રિટેનને પાછળ છોડ્યા
ગ્લોબલ ફાયર પાવરે 2018ના ઇન્ડેક્સ માટે 136 દેશોની સૈન્ય તાકાતનું આકલન કર્યું. જેમાં દેશોની ભૌગોલિક સ્થિતિ, સાધન-સરંજામને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાની ક્ષમતા, પ્રાકૃતિક સંસાધન અને ઔદ્યોગિક સમર્થનના આધારે દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. તમને જણઆવી દઇએ કે, ફાયર પાવરે સૈન્ય તાકાત પર વિશ્લેષણમાં પરમાણુ હથિયારોને સામેલ નથી કર્યા. આ રિપોર્ટમાં બિંદુઓને આધાર માનવામાં આવ્યા છે. જેમા રક્ષા બજેટ, સૈન્ય સંસાધન, ઉદ્યોગ અને ભૌગોલિક સુવિધાઓ અને ઉપલબ્ધ જનશક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, ભારત પાસે લડાકુ વિમાનની સંખ્યા 2000 થી પણ વધુ છે. એક્ટિવ આર્મી એટલે કે, સક્રિય સૈનિકની સંખ્યા 13 લાખથી વધુ છે. 28 લાખ રિઝર્વ જવાન પણ છે, જે જરૂરિયાત પડવા પર સૈન્યની મદદ કરવા માટે તૈયાર રહે છે. ભારતમાં ટેન્કોની સંખ્યા 4400 છે. સક્રિય યુદ્ધ જહાજોની સંખ્યા બે છે. ત્યાં જ પાકિસ્તાન દુનિયામાં 13મી સૌથી મોટી સૈન્ય શક્તિ છે. પાકિસ્તાને ગત કેટલાક વર્ષોમાં 2017માં પોતાની શક્તિમાં વૃદ્ધિ કરી છે. અને 15 દેશોની સૂચિમાં સ્થાન બનાવી લીધુ છે. 2017 પહેલા પાકિસ્તાન ટૉપ 15 દેશોની લિસ્ટમાં પણ સામેલ નહતું.