indias-oil-import-from-us-hits-record-levels-ahead-of-iran
  • Home
  • Business
  • અમેરિકા અને ચીનના ટ્રેડ વૉરથી ભારતને થશે મોટો ફાયદો, આ વસ્તુના ભાવ ઘટશે

અમેરિકા અને ચીનના ટ્રેડ વૉરથી ભારતને થશે મોટો ફાયદો, આ વસ્તુના ભાવ ઘટશે

 | 6:38 pm IST

ઈરાન પર પ્રતિબંધ લાગૂ થયા પહેલા અમેરિકાથી ભારતના કાચા તેલની ખરીદ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. જૂનમાં અમેરિકાથી કાચા તેલની આયાત રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂક્યું છે. આ આંકડા ગયા વર્ષની સરખામણીએ લગભગ બે ગણા છે. એશિયાઈ દેશોએ તેલની આપૂર્તિ માટે ઈરાન અને વેનેઝુએલાના બદલે અમેરિકાને પ્રોત્સાહન આપ્યું છે, જે ટ્રંપ પ્રશાસન માટે એક પ્રકારની જીતથી ઓછું નથી.

તમને જણાવી દઈએ કે, અમેરિકા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી દેશોને ઈરાનથી નવેમ્બર સુધી કોઈ પણ પ્રકારની આયાત ખતમ કરવા જણાવ્યું છે. એવામાં ભારત તરફથી તેમાં તેલની ખરીદીમાં વધારો થવો અમેરિકા માટે ક્રૂડ મારફતે રાજનૈતિક હિતોને સાધવાના પ્રયાસમાં સફળતાની જેમ છે. તાજા સરકારી આંકડા પ્રમાણે, દરરોજ 1.76 મિલિયન બેરલ કાચા તેલની નિર્યાત કરી અમેરિકા ક્રૂડના મોટા એક્સપોર્ટસમાં પોતાનું નામ કરી દીધું છે. આ આંકડો એપ્રિલ મહીનાનો છે.

આંકડા પ્રમાણે, જુલાઈ સુધી અમેરિકાના પ્રડ્યૂર્સ અને ટ્રેડર્સ 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ભારત મોકલશે, જ્યારે 2017માં આ આંકડો માત્ર 8 મિલિયન બેરલનો જ હતો. જો અમેરિકાથી આવનાર સામાન પર ચીને ટેરિફમાં વધારો કર્યો તો પછી ભારત તરફથી અમેરિકી કાચા તેલની આયાત વધી શકે છે. ચીને ટેરિફના કારણે ભારતને ફાયદો થશે, કારણ કે અમેરિકાને ભાવો ઘટાડવા પડી શકે છે.