India's only player in the top-5 batsmen of T20 cricket
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 ક્રિકેટના ટૉપ-5 બેટ્સમેનમાં ભારતના એક માત્ર ખેલાડીને સ્થાન

ટી-20 ક્રિકેટના ટૉપ-5 બેટ્સમેનમાં ભારતના એક માત્ર ખેલાડીને સ્થાન

 | 5:49 pm IST
  • Share

  • શેન વોટસને ટી-20 ક્રિકેટના 5 સ્ટાર બેટ્સમેનના નામ આપ્યા
  • આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાનો માત્ર એક ખેલાડી
  •  ટી-20 ક્રિકેટમાં ટૉપ-5 બેટ્સમેનનો લિસ્ટ

ટી-20 ફોર્મેટને હંમેશાથી જ બેટ્સમેનોની રમત માનવામાં આવે છે. બોલર હંમેશાથી આ ફોર્મેટમાં રન લૂટાવે છે. ટી-20 ક્રિકેટમાં બેટ્સમેન એક ઓવરમાં પણ રમત બદલી શકે છે. ક્રિસ ગેલ, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ઘણા દિગ્ગજ ખેલાડી છે જે દુનિયાના બેસ્ટ ટી-20 ખેલાડીઓમાં સામેલ છે. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટસને તે 5 ખેલાડીઓના નામ જણાવ્યા છે જે હાલાં ટી-20 ક્રિકેટમાં સૌથી બેસ્ટ છે.

ક્રિસ ગેલ

શેન વોટસને વેસ્ટઇન્ડિઝના ખતરનાક બેટ્સમેન ક્રિસ ગેલને પ્રથમ નંબરે રાખ્યો છે. ક્રિસ ગેલ ટી-20 ક્રિકેટમાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન છે. તેના નામે ટી-20 ક્રિકેટમાં 13000થી વધુ રન છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન અને સિક્સરનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે જ છે.

એબી ડિવિલિયર્સ

બીજા ક્રમે વોટ્સને દક્ષિણ આફ્રિકાના તાબડતોડ બેટ્સમેન એબી ડિવિલિયર્સને રાખ્યો છે. ડિવિલિયર્સ કેવો બેટ્સમેન હતો તેનાથી આખી દુનિયા અવગત છે. શેન વોટસને કહ્યું,‘તે અલટિમેટ બેટ્સમેન છે, તે બોલને જ્યાં ચાહે ત્યાં મારી શકે છે.’ ટી-20 ક્રિકેટ સિવાય આ બેટ્સમેન કોઇ પણ ફોર્મેટમાં જ્યારે ઇચ્છે ત્યારે રમતને બદલી શકે છે. ડિવિલિયર્સે તાજેતરમાં જ ક્રિકેટને અલવિદા કહ્યું છે.

વિરાટ કોહલી

શેન વોટસને માત્ર એક ભારતીય ખેલાડીને પોતાના આ લિસ્ટમાં સામેલ કર્યો છે. તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પોતાના ટૉપ-5 બેટ્સમેનોની યાદીમાં રાખ્યો છે. વિરાટ ટી-20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બીજા ક્રમે છે. વિરાટને ત્રણેય ફોર્મેટમાં દુનિયાનો સૌથી શાનદાર બેટ્સમેન માનવામાં આવે છે.

આંદ્રે રસેલ

આ લિસ્ટમાં ચોથા નંબર પર વોટસને આંદ્રે રસેલને રાખ્યો છે. શેન વોટસને કહ્યું,‘રસેલ ટી-20નો મહાન ઓલરાઉન્ડર છે. ટી-20 ક્રિકેટમાં રસેલે 170થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. આઇપીએલમાં પણ દર વર્ષે રસેલનું રનોનું વાવાઝોડું જોવા મળે છે.’

ડેવિડ વોર્નર

આ લિસ્ટમાં વોટસને 5માં નંબર પર પોતાના જ દેશના ડેવિડ વોર્નરને સ્થાન આપ્યું છે. વોર્નરને તાજેતરમાં જ સમાપ્ત થયેલ ટી-20 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરાયો હતો. આઇપીએલમાં પણ વોર્નર 3 વખત ઓરેંજ કેપ જીતનાર દુનિયાનો એક માત્ર ખેલાડી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો