India's Squads to Face Australia And New Zealand Announced
  • Home
  • Sports
  • Cricket
  • વનડે સીરિઝ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, જાણો બન્ને ટીમોની તાકાત અને કમજોરી

વનડે સીરિઝ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, જાણો બન્ને ટીમોની તાકાત અને કમજોરી

 | 2:35 pm IST

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પુરો થઇ ગયો છે. ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસનો અંત સકારાત્મક અંદાજમાં કરતા મેજબાન ટીમને ક્રિકેટના ત્રણેય પ્લેટફોર્મ પર હરાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા 23 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયાથી 4 હજાર કિલોમીટર દૂર ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ રમવા તૈયાર છે. બન્ને ટીમોની વચ્ચે પહેલા 5 મેચોની વનડે સીરિઝ 23 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ ટી-20 સીરિઝ 6 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ટીમ ઈન્ડિયા વનડે રેન્કિંગમાં અત્યારે 121 અંકોની સાથે બીજા સ્થાન પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 113 અંકોની સાથે ત્રીજા નંબર પર છે. એવામાં બન્ને ટીમો આગામી વર્લ્ડકપ પહેલા નંબર વનનું સ્થાન હાંસલ કરવા ઈગ્લેન્ડની નજીક પહોંચવાનો પ્રયાસ કરશે. સામાન્ય રીતે જોવા જઇએ તો બન્ને ટીમોએ પોતાની બ્રિગેડ જાહેર કરી દીધી છે. એવામાં બન્ને ટીમોની મજબૂતી અને કમજોરીઓ શું છે, તે આવો જાણીએ…

ટીમ ઈન્ડિયા: ભારતીય ટીમ આ સીરિઝમાં પોતાની તેજ ટીમ સાથે ઉતરી રહી છે, જે હાલ ઓસ્ટ્રેલિયામાં છે. હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદના કારણે આ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી, એટલા માટે તેમના સ્થાને ટીમમાં વિજય શંકર અને શુભમન ગિલને સમાવ્યા છે. આમ જોવા જઇએ તો વનડે સીરિઝમાં પણ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું છે.

મજબૂતાઇ: ટીમ ઈન્ડિયાની બેટિંગ સિતારાઓથી સજાયેલી છે. ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી છે, જ્યારે તેમના બેકઅપ પ્લાનમાં શુભમન ગિલ છે, જે ખુદ એક ટોપ ઓર્ડર બેટ્સમેન છે. મધ્યક્રમ પણ સશક્ત નજરે પડી રહ્યો છે, જેની જવાબદારી એમએસ ધોની, અંબાતી રાયડૂ, કેદાર જાધવ અને દિનેશ કાર્તિક જેવા ખતરનાક બેટ્સમેનોના ખભા પર છે. જ્યારે અંતમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવવા માટે વિજય શંકર અને રવિન્દ્ર જાડેજા સજ્જ છે. સ્પિન વિભાગમાં જાડેજાની સાથે કુલદીપ યાદવ, યુજવેંદ ચહલ છે. ઝડપી બોલરમાં ભૂવી, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ, મોહમ્મદ શમી અને વિજય શંકર છે. આ રીતે ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડ પોતાની જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર છે.

કમજોરી: હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર વિજય શંકરને સ્થાન મળ્યું છે, જેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઓછો અનુભવ છે. એવામાં ટીમ ઈન્ડિયાની આ કમજોર કડી છે. સાથે બુમરાહની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેનું સ્થાન કોણ લેશે, તે મોટો સવાલ ઉભો છે.

ન્યૂઝીલેન્ડ: ન્યૂઝીલેન્ડે આ સીરિઝની શરૂઆતની ત્રણ વનડે માટે પોતાની ટીમ જાહેર કરી છે. આમ જોવા જઇએ તો તેમની ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિક્ષણ છે. એવામાં જોવાનું તે રહેશે કે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમને કેવી ટક્કર આપી શકે છે.

મજબૂતાઇ: ટોપ ઓર્ડરમાં ન્યૂઝીલેન્ડની પાસે માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો અને કેન વિલિયમસન જેવા મોટા ગજાના બેટ્સમેન છે, તે મિડલ ઓર્ડરમાં રોસ ટેલર, ટોમ લેથમ, હેનરી નિકોલસ જેવા ક્રિઝ પર દિવાલ બની શકે તેવા બેટ્સમેન છે. જ્યારે ઓલરાઉન્ડરની જમાત પણ ટીમમાં સારી એવી છે.

કોલિન ડે ગ્રેડહોમ, મિચેલ સેન્ટનર ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે, જ્યારે બોલિગમાં એકથી એક ચઢીયાતા ખેલાડીઓ રહેલા છે. ટ્રેંટ બોલ્ટની આગેવાનીમાં બોલિંગ આક્રમણમાં ટીમ સાઉદી, મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુશન રહેશે. સાથે ઝડપી બોલિંગની જવાબદારી કોલિન ડે ગ્રેંડહોમ પણ રહશે. સ્પિન વિભાગની વાત કરીએ તો તેની જવાબદારી સેન્ટનર અને ઈશ સોઢી પર હશે.

કમજોરી: ભલે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ટોમ લેથમ અને અન્ય બે બેટ્સમેનોએ ગજબની બેટિગ કરી હોય, પરંતુ મોટી ટીમો વિરુદ્ધ વનડેમાં આ ટીમનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. એવામાં જોવાનું તે રહેશે કે ટીમ ઈન્ડિયાની પેસ બેટરીની સામે તેમના બેટ્સમેન કેવો કમાલ કરી શકે છે. આમ જોવા જઇએ તો ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડીઓ માટે આ સીરિઝ ટેસ્ટ સમાન હશે.

ટીમ ઈન્ડિયાની ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, કુલદીપ યાદવ, યુજવેંદ ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ, મોહમ્મદ શમી, વિજય શંકર, શુભમન ગિલ.

શરૂઆતી 3 વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ: કેને વિલિયમસન, ટ્રેંટ બાઉલ્ટ, ડગ બ્રેસવેલ, કોલિન ડી ગ્રેડહોમ, લૉકી ફર્ગ્યૂસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લેથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, મિચેલ સેન્ટનર, ઇશ સોઢી, ટીમ સાઉથી, રોસ ટેલર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન