Pakistani Troops To Receive Training At Russian Military Institutes
  • Home
  • Featured
  • ભારતનું પરમમિત્ર રશિયા પાકિસ્તાનને આ રીતે કરશે જોરદાર મદદ !!!

ભારતનું પરમમિત્ર રશિયા પાકિસ્તાનને આ રીતે કરશે જોરદાર મદદ !!!

 | 9:20 pm IST

પાકિસ્તાન અને રશિયાએ તેમની વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો સુધારવાના હેતુથી રશિયા-પાકિસ્તાન જોઈન્ટ મિલિટરી કન્સલ્ટેટિવ કમિટી (JMCC)ની પ્રથમ બેઠકમાં રશિયન લશ્કરી તાલીમી સંસ્થાઓ ખાતે પાકિસ્તાની દળોને તાલીમ આપવાના કરાર કર્યા છે. રશિયન પક્ષની આગેવાની તેના ડેપ્યુટી સંરક્ષણ પ્રધાન કોલ. જનરલ એલેક્ઝેન્ડર વી. ફોમિને લીધી હતી. રશિયા-પાકિસ્તાન JMCCની પ્રથમ બેઠકમાં ભાગ લેવા તેઓ 6-7 ઓગસ્ટે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. પાકિસ્તાની પક્ષની આગેવાની તેના સેક્રેટરી ડિફેન્સ લે. જન. (નિવૃત્ત) ઝમીર ઉલ હસન શાહે કરી હતી.

આ બેઠકમાં બંને દેશોએ તેમની વચ્ચે સહયોગ વધારવા વિશે ચર્ચા કરી હતી. JMCC પાકિસ્તાન અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગ માટે સૌથી મહત્ત્વનો મંચ છે. ફોમિન પાકિસ્તાનની ત્રણે પાંખના વડાને મળ્યા હતા. ફોમિને પાકિસ્તાની સૈન્યના વડા જન. કમર જાવેદ બાજવા સાથે ચર્ચા કરી હતી અને આતંકવાદ સામે પાકિસ્તાને લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશને કારણે રશિયા સાથે પાકિસ્તાનનો સંરક્ષણ સહયોગ વધ્યો છે. દરમિયાન પાકિસ્તાને પણ રશિયા સાથે સંરક્ષણ સહયોગ વધારવા માટે તત્પરતા દાખવી હતી. આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનના તત્કાલીન વિદેશ પ્રધાન ખવાજા આસિફે મોસ્કોની મુલાકાત લીધી હતી જેમાં બંને દેશો સંરક્ષણ સહયોગ વધારવા માટે સહમત થયા હતા.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રશિયાએ પાકિસ્તાનને ચાર Mi-35M કોમ્બેટ અને કારગો હેલિકોપ્ટરો આપ્યા છે. બંને દેશો વચ્ચે ‘ફ્રેન્ડશિપ’ના સાંકેતિક નામે સંયુક્ત લશ્કરી કવાયત યોજવામાં આવે છે.