India’s Vaccine Production And Delivery Capacity Will Be Used To Help All Humanity In Fighting Corona Crisis : PM Modi
  • Home
  • Featured
  • PM મોદી ‘તારણહાર’ની ભૂમિકામાં, UNમાં કોરોનાની રસીને લઈ દુનિયાને આપ્યું મોટું આશ્વાસન

PM મોદી ‘તારણહાર’ની ભૂમિકામાં, UNમાં કોરોનાની રસીને લઈ દુનિયાને આપ્યું મોટું આશ્વાસન

 | 8:36 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. 75મા સત્રને સંબોધવતા પીએમ મોદીએ કોરોના વાયરસની વેક્સીન મામલે દુનિયા આખીને મોટું આશ્વાસન બંધાવ્યું હતું.  પીએમ મોદીએ કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદન દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને વધુ એક આશ્વાસન આપવા ઈચ્છુ છું કે ભારતની વેક્સિન પ્રોડક્શન અને વેક્સિન ડિલિવરી ક્ષમતા માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામ આવશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના મહામારીના આ મુશ્કેલીભર્યા સમયમાં ભારતના દવા ઉદ્યોગે 150થી વધુ દેશોને જરૂરી દવા મોકલી છે. તેમણેસંયુક્ત રાષ્ટ્રનો બરાબરનો ઉધડો પણ લઈ લીધો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં મોટા પાયે સુધાર પર ભાર આપતા પીએમ મોદી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધાર પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે સંપૂર્ણ વિશ્વ સમુદાયની સામે એક મોટો સવાલ છે કે શું જે સંસ્થાની રચના ત્યારની પરિસ્થિતિઓમાં થઈ હતી, તેનું સ્વરૂપ શું આજે પણ વ્યવહારૂ છે? મોદીએ ઉમેર્યું હતું કે, જો આપણે છેલ્લા 75 વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરીએ તો અનેક સિદ્ધિઓ જોવા મળે છે. એવા અનેક ઉદાહરણ છે, જે દર્શાવે છે કે સંયુક્ત રાષ્ટ્ર સામે ગંભીર આત્મમંથનની જરૂરીયાત ઉભી થઈ છે.

કોરોના મહામારી વચ્ચે પણ સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું હતું કે, દુનિયામાં અનેક યુદ્ધો તો થયા જ છે, અનેક ગૃહયુદ્ધો પણ થયા. કેટલાયે તો આતંકી હુમલાઓ થયા અને લોહીની નદીઓ વહી. આ યુદ્દ્યો અને હુમલાઓમાં જે માર્યા ગયા તે અમારી-તમારી માફક માણસો જ હતાં. એવા લાખો બાળકો જેમને દુનિયા પર છવાઈ જવાનું હતું, તે આજે દુનિયા છોડીના ચાલ્યા ગયાં. એવા અનેક લોકોએ પોતાના જીવનભરની મૂડી પણ ગુમાવવી પડી, પોતાના સપનાઓના ઘર પણ છોડવા પડ્યાં. તે સમયે અને આજે પણ સંયુકત રાષ્ટ્રના પ્રયાસો પર્યાપ્ત હતાં?

પીએમ મોદીએ કહ્યું હ્તું કે, છેલ્લા 8-9 મહિનાથી દુનિયા આખી કોરોના મહામારી સામે ઝઝુમી રહી છે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોંસ ક્યાં છે?

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક મહાસભાની કોરોના મહામારીના કારણે ઓનલાઈન વર્ચ્યુઅલ બેઠક યોજાઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત તરફથી પોતાનો પક્ષ રજુ કરવાનો વારો હતો. જેમાં તેમણે કોરોના મહામારીને લઈને સંયુક્ત્ રાષ્ટ્રની સક્રિય ભૂમિકા પર અણિયાળા સવાલ કર્યા હતાં.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન