ઇન્ડિગોનાં 8 અને ગો એરનાં 3 વિમાનોને ભૂમિગત કરવામાં આવશે - Sandesh
NIFTY 10,445.30 +23.90  |  SENSEX 33,977.19 +59.25  |  USD 64.9400 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઇન્ડિગોનાં 8 અને ગો એરનાં 3 વિમાનોને ભૂમિગત કરવામાં આવશે

ઇન્ડિગોનાં 8 અને ગો એરનાં 3 વિમાનોને ભૂમિગત કરવામાં આવશે

 | 9:58 am IST

વિમાનમાં એક ક્ષતિગ્રસ્ત પીડબ્લ્યુ 1100 એન્જિન હોય તો પણ તે સહિતનાં તમામ વિમાનોને ભૂમિગત કરવાનો આદેશ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ આપતાં ઇન્ડિગો અને ગો એરનાં 11 એરબસ 320 વિમાનોને ભૂમિગત કરવામાં આવશે.

વિમાનની કામગીરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીડબ્લ્યુ 1100 એન્જિન ધરાવતાં એરબસ 320 વિમાનોને સત્વર અમલી બને એ રીતે ભૂમિગત કરવાનાં છે. ઇન્ડિગો અને ગો એરને તેમની પાસે સ્પેરમાં રહેલાં આવાં એન્જિન વિમાનમાં ફરીથી ફિટ નહીં કરવા અંગે જણાવાયું છે. ઈએએસએ અને પી એન્ડ ડબ્લ્યુ દ્વારા આ પ્રશ્નો હળવા બનાવાશે ત્યારે નિર્ધારિત સમયમાં ડીજીસીએ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તમામ હિતધારકો સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે એમ ડીજીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ આદેશને પરિણામે ઇન્ડિગોનાં આઠ અને ગો એરનાં ત્રણ વિમાનોને ભૂમિગત કરવામાં આવશે.
બંને ક્ષતિગ્રસ્ત એન્જીનો ધરાવતાં ઇન્ડિગોનાં ત્રણ વિમાનોને ડીજીસીએ ગયા મહિને ભૂમિગત કર્યાં હતાં પરંતુ એક ક્ષતિગ્રસ્ત એન્જિન સાથે એરલાઇન્સને વિમાન ઉડ્ડયનની મંજૂરી આપી હતી, જોકે આવાં વિમાનો દ્વારા લાંબા સમયના(બે કલાક અને તેથી વધુ) ઉડ્ડયન હાથ ધરવા તેમની ઉપર મનાઈ ફરમાવી હતી.