Indira Gandhi led the war, created Bangladesh: Rajnath
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઇન્દિરા ગાંધીએ યુદ્ધમાં નેતૃત્વ કરી પાક.ને હરાવ્યું, બાંગ્લાદેશનું સર્જન કર્યું : રાજનાથ

ઇન્દિરા ગાંધીએ યુદ્ધમાં નેતૃત્વ કરી પાક.ને હરાવ્યું, બાંગ્લાદેશનું સર્જન કર્યું : રાજનાથ

 | 7:30 am IST
  • Share

  • છેલ્લા છ વર્ષોમાં સૈન્યમાં મહિલાઓની સંખ્યા ત્રણ ગણી વધી : રાજનાથ
  • દેશની રક્ષા માટે ઇતિહાસમાં મહિલાઓએ હથિયાર ઉઠાવ્યા હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણો
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની કરી પ્રશંસા

રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના ખોબલા મોઢે વખાણ કર્યા હતા. ગુરુવારે સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા વિષય પર  સેમિનારમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરવાની સાથે યુદ્ધના સમયમાં પણ લીડરશિપ પુરી પાડી હતી.

સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા અંગે બોલતા રક્ષામંત્રીએ રાણી લક્ષ્મીબાઇ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રીય વિકાસમાં મહિલાઓની શક્તિની ભૂમિકાને લઇને ભારતનો અનુભવ સકારાત્મક રહ્યો છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, દેશની રક્ષા અને લોકોના અધિકારો માટે ઇતિહાસમાં મહિલાઓએ હથિયાર ઉઠાવ્યા હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણો છે જેમાં રાણી લક્ષ્મીબાઇ સૌથી મુખ્ય છે.

ઇન્દિરા ગાંધી અંગે બોલતા રાજનાથ સિંહે કહ્યું હતુ કે તેઓ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે ભારતે પાકિસ્તાન સામે 1971નું યુદ્ધ જીત્યું હતું અને એક નવો દેશ બાંગ્લાદેશ બનાવ્યો હતો. પાલક અને રક્ષક તરીકે સદીઓથી મહિલાઓ ભૂમિકા અદા કરી રહી છે.

મહિલાઓએ આજે દરેક ક્ષેત્રોમાં પોતાને સાબિત કરી છે

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે મહિલાઓએ આજે દરેક ક્ષેત્રોમાં પોતાની જાતને સાબિત કરી છે અને તેમને સોંપવામાં આવેલી ફરજો ખંતપૂર્વક પુરી કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સશસ્ત્ર દળોમાં મહિલાઓને લઇને ઘણા અવરોધો દૂર થયા છે અને ઘણા ખરા આગામી વર્ષોમાં થશે. છેલ્લા છ વર્ષોમાં સૈન્યમાં મહિલાઓની સંખ્યા અંદાજે ત્રણ ગણી વધી છે. ફેબ્રુઆરી 2021 સુધીમાં સેનાની ત્રણે પાંખમાં 9,118 મહિલાઓ સેવા આપી રહી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો