Indira Gandhi Went to Met Under World Don Karim Lala
  • Home
  • Featured
  • સંજય રાઉતે કર્યો ધડાકો, અડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતા હતા ઇન્દિરા ગાંધી

સંજય રાઉતે કર્યો ધડાકો, અડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતા હતા ઇન્દિરા ગાંધી

 | 9:12 pm IST

શિવસેના સાંસદ સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીને લઇને મોટું નિવેદન આપ્યું છે. બુધવારનાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિવસેના સાંસદ રાઉતે દાવો કર્યો કે પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ડૉન કરીમ લાલાને મળવા માટે મુંબઈ આવ્યા હતા. શિવસેનાનાં નેતા સંજય રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડનાં સમયની વાત કરતા કહ્યું કે, “એક સમય હતો જ્યારે દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી મુંબઈનાં પોલીસ કમિશ્નર નક્કી કરતા હતા. એટલું જ નહીં તેઓ એ પણ નક્કી કરતા હતા કે સરકારનાં કયા મંત્રાલયમાં કોણ બેસશે. અમે અંડરવર્લ્ડનો એ સમયગાળો જોયો છે, પરંતુ હવે તેઓ અહીં ફક્ત ચિલ્લર છે.”

એઝાઝ લકડાવાલાએ દાઊદનાં ઠેકાણાઓની આપી માહિતી

શિવસેના સાંસદ સંજય રાઉતનું આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ડી-કંપનીનો લીડર અંડરવર્લ્ડ ડૉન દાઊદ ઇબ્રાહિમનો નજીક રહેલો ગેંગસ્ટર એઝાઝ લકડાવાલાએ પોલીસની પુછપરછમાં સનસનાટીપૂર્ણ ખુલાસાઓ કર્યા છે. બુધવારનાં એઝાઝે પોલીસને પુછપરછમાં દાઊદ ઇબ્રાહિમનાં પાકિસ્તાનમાં રહેલા 2 ઠેકાણાઓ વિશે પણ જણાવ્યું. એઝાઝ લકડાવાલાનાં પ્રમાણે દાઊદ ઇબ્રાહિમનાં એક ઘરનું સરનામું 6A, ખાયબાન તંઝીમ ફેઝ 5, ડિફેન્સ હાઉસિંગ એરિયા, કરાચી છે. તો બીજું ઘર એડી-13, બ્લૉક 4, ક્લિફ્ટન, કરાચી છે. ભારતીય એજન્સીઓ દાઊદ ઇબ્રાહિમનાં પાકિસ્તાનમાં બે ઠેકાણાઓ પર નજર રાખી રહી છે.

આઈએસઆઈએ દાઊદને અપાવ્યો નકલી પાસપોર્ટ

એઝાઝે જણાવ્યું કે, પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈએ દાઊદને વિદેશ જવા માટે નકલી પાસપોર્ટ અપાવવામાં પણ મદદ કરી છે. આઈએસઆઈએ અનીસ ઇબ્રાહિમ અને છોટા શકીલને પણ નકલી પાસપોર્ટ અપાવ્યા છે. દાઊદ ઉપરાંત અનીસ ઇબ્રાહિમ અને છોટા શકીલ પણ પાકિસ્તાનમાં આઈએસઆઈની પનાહમાં રહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર છે. આવામાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઇને તેમના દાવાથી વિવાદ પેદા થઈ શકે છે. જો કે હજુ સુધી સંજય રાઉતનાં નિવેદન પર કૉંગ્રેસ તરફથી પ્રતિક્રિયા નથી આવી.

આ વિડીયો પણ જુઓ: 26 મી જાન્યુઆરીના દિવસે ગુજરાતની રાણ કી વાવની થીમનો સમાવેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન