Indonesia Police Used Snake To Suspected Thief
  • Home
  • Videos
  • Featured Videos
  • ટોર્ચરના નામે પોલીસની ભયંકર ક્રૂરતા, થઈ રહી છે ટીકા

ટોર્ચરના નામે પોલીસની ભયંકર ક્રૂરતા, થઈ રહી છે ટીકા

 | 2:24 pm IST

સોશિયલ મીડિયા પર હાલ ઈંડોનેશિયા પોલીસની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. જેનું કારણ એક વાયરલ વીડિયો છે. જી હાં, તાજેતરમાં ઇન્ટરનેટ પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં ઈંડોનેશિયા પોલીસે ગુનાહની કબૂલાત કરવા માટે આરોપીના ગળામાં સાપ મૂકી તેને સાચું બોલવાનું કહી રહી છે. Veronica Koman જેઓ એક માનવાધિકાર વકીલ છે. તેમને આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે જે વ્યક્તિના ગળામાં સાપ છે અને તે ઘણો ડરેલો છે. એવી માહિતી મળી છે કે તેને ફોનની ચોરી વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે સોશિયલ મીડિયા પર આ વીડિયો અને સ્થાનિક પોલીસની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે સ્થાનિક પોલીસના પ્રમુખે આ વિશે કહ્યું કે આ યોગ્ય વલણ નથી. આ પોલીસ અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવશે.