Indonesia: Woman Flogged 100 Times In Aceh Province For Adultery
  • Home
  • Top News
  • પરપુરુષ સાથે સંબંધ રાખવા બદલ મહિલાને મળી 100 કોરડાની સજા

પરપુરુષ સાથે સંબંધ રાખવા બદલ મહિલાને મળી 100 કોરડાની સજા

 | 4:40 pm IST
  • Share

  • મહિલાએ પરપુરુષ સાથે બનાવ્યા સંબંધ

  • કોર્ટે આપી 100 કોરડા મારવાની સજા

  • રાજ્યમાં શરિયા કાયદો લાગૂ થાય છે


ઈન્ડોનેશિયામાં એક પરિણીત મહિલાને પરપુરુષ સાથે સંબંધ બાંધવા બદલ તાલિબાની સજાનો સામનો કરવો પડ્યો હતો. તે પુરુષ પણ પરિણીત હતો. ગુનો કબૂલવા પર મહિલાને જાહેરમાં 100 કોરડા મારવામાં આવ્યા હતા. જ્યારે પુરુષને માત્ર 15 કોરડાની જ સજા મળી. મહિલાને સતત 100 વખત માર મારવામાં આવ્યો, પરંતુ તે પીડા સહન ન કરી શકી, તેથી આ ક્રૂરતાને થોડા સમય માટે અટકાવી દેવામાં આવી.

શું છે આખી ઘટના?

આ ઘટના ઈન્ડોનેશિયાના આઇચ રાજ્યની છે. અહીં કટ્ટરવાદીઓનું વર્ચસ્વ છે અને તેમની પોતાની સરકાર છે. અહીંના પોલીસ વિભાગના તપાસ અધિકારી ઈવાન નઝર અલવીએ જણાવ્યું – અમારી કોર્ટે એક પરિણીત મહિલા અને એક પરપુરુષને ગેરકાયદેસર સંબંધોના આરોપમાં સજા સંભળાવી છે. તે માણસ પહેલેથી જ પરિણીત હતો. તેમના સંબંધોની તપાસ કર્યા પછી, સ્ત્રીએ ગુનો સ્વીકાર કરી લીધો. જો કે આ પુરુષે આરોપોને નકારી કાઢ્યા હતા.

કોર્ટે મહિલાને જાહેરમાં 100 કોરડા મારવાની સજા ફટકારી. આ જ ગુના માટે આ પુરુષને 15 કોરડા મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વ્યક્તિ આ વિસ્તારમાં ખૂબ જ વગ ધરાવે છે.

અહીં શરિયા કાયદો લાગુ થાય છે

ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ખાસ કરીને આઇચ પ્રાંતમાં સખત સજાઓ સંભળાવવામાં આવે છે. અધિકારીએ કહ્યું- ટ્રાયલ દરમિયાન પુરુષે તમામ આરોપો નકારી કાઢ્યા હતા. ન્યાયાધીશો માટે તેને દોષિત ઠેરવવો મુશ્કેલ હતો. જુગાર, દારૂ પીવો અને સમલૈંગિકતાની આઇચમાં સખત સજા કરવામાં આવે છે, કારણ કે અહીં શરિયા કાયદો લાગુ થાય છે.

પુરૂષને તેની પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી તરફ ઝોક રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. 2018માં, કેટલાક સ્થાનિક લોકોએ પુરુષ અને મહિલાને વાંધાજનક હાલતમાં પકડ્યા હતા. ત્યારથી આ કેસ ચાલી રહ્યો હતો. પહેલા આ પુરુષને 30 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે તેને ઘટાડીને 15 કોરડા મારવાની સજા કરી હતી.

ગુરુવારે જ અન્ય એક પુરુષને સગીર સાથે સંબંધ બનાવવાના આરોપમાં 100 કોરડા મારવામાં આવ્યા હતા. તેમણે 75 મહિના જેલમાં પણ રહેવું પડશે. જો કે ગુરુવારે જ્યારે મહિલા અને પુરૂષોને કોરડા મારવાની સજા સંભળાવવામાં આવી ત્યારે સેંકડો લોકો ત્યાં હાજર હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો