ઈંદોરી ઉસળ પૌંઆ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS

ઈંદોરી ઉસળ પૌંઆ

 | 3:32 am IST

સામગ્રી  : – ૨ કપ પૌંઆ, ૧ નંગ બટાકું, ૨ નંગ લીલા મરચાં, ૧/૪ ચમચી રાઈ, ૪ ચમચી તેલ, ૧ ચપટી હળદર, ૧ નંગ લીંબુ, ૧ ચમચી ખાંડ, મીઠું સ્વાદાનુસાર, કોથમીર

રીત :   સૌ પ્રથમ પૌંઆને બરાબર સાફ કરીને ધોઈ લો. હવે તેમાં મીઠું, હળદર અને ખાંડ ઉમેરીને એક બાજુ પર રાખો. ત્યારબાદ બટાકાને ઝીણું સમારી લો. ડુંગળીને પણ ઝીણી સમારી લો. લીલા મરચાં અને કોથમીરને પણ સમારી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સિંગદાણા અને મીઠો લીમડો નાંખો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા બટાકા નાંખીને સાંતળો. બટાકા અધકચરા ચઢી જાય એટલે તેમાં ડુંગળી અને લીલા મરચાં નાંખીને બરાબર મિક્ષ કર્યા બાદ સાંતળો. ડુંગળી અને બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં ધોઈને મૂકેલા પૌંઆ ઉમેરો. બરાબર મિક્સ કર્યા બાદ તેને પાંચથી સાત મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં કોથમીર અને લીંબુનો રસ નાંખીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો. તૈયાર છે ઈન્દોરી પૌંઆ. હવે તેને ર્સિંવગ પ્લેટમાં લઈને તેના પર થોડી ડુંગળી અને રતલામી સેવ નાંખીને સર્વ કરો.