ઇન્ડસ્ટ્રીના લોકો પર ચડયો પેડમેનનો ફીવર - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ઇન્ડસ્ટ્રીના લોકો પર ચડયો પેડમેનનો ફીવર

ઇન્ડસ્ટ્રીના લોકો પર ચડયો પેડમેનનો ફીવર

 | 12:45 am IST

અક્ષય કુમારની પેડમેન આજે રિલીઝ થઇ રહી છે તે પહેલાં જ હિન્દી સીનેજગત ઉપર પેડમેનનો ફીવર ચડી ગયો છે. જો કે પેડમેનની રિલીઝીંગ ડેટ પહેલાં અલગ હતી, પરંતુ બાદમાં ભણસાલી સાથે વાતચીત કરી અક્ષયે તારીખ બદલીને પેડમેનને પાછળથી રિલિઝ કરવાનો નિર્ણય કરી લિધો હતો. હવે જ્યારે આજે પેડમેન રિલીઝ થઇ રહી છે ત્યારે એલ્લા દસ દિવસથી હિન્દી સિનેજગત ઉપર પણ આ ફિલ્મનો ફિવર ચડેલો રહ્યો હતો. અક્ષયની આ ફિલ્મને રિલિઝ થતાં પુર્વે અક્ષયે તો પ્રમોટ કરી જ છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીના બીજા લોકોએ પણ ફિલ્મના પ્રમોશનમાં કંઇ બાકી નથી રાખ્યું. ઇન્ડસ્ટ્રીના તમામ લોકોએ પેડમેનને સપોર્ટ કરવા માટે પોતપોતાના સેનટરી પેડ સાથેના ફોટા સોશીયલ મિડીયા ઉપર મુકીને લોકોમાં અવેરનેસ ફેલાવવાનું કામ અને પેડમેન ફિલ્મને શુભેચ્છા આપવાનું કામ કર્યું હતું.