IND vs ENG: India lose final match of the series by 118 runs, lose series 1-4
  • Home
  • Sports
  • Cricket
  • રાહુલ અને પંતની સેંચુરી નકામી ગઇ, ઇંગ્લેન્ડ સામે ભારત પાંચમી ટેસ્ટ હાર્યું

રાહુલ અને પંતની સેંચુરી નકામી ગઇ, ઇંગ્લેન્ડ સામે ભારત પાંચમી ટેસ્ટ હાર્યું

 | 10:36 pm IST

સલામી બેટસમેન કેએલ રાહુલ અને વિકેટકીપર ઋષભ પંત એ મંગળવારના રોજ ભારતીય ખેમામાં એક આશ જગાડી હતી પરંતુ આદિલ રશીદની ફિરકીમાં બંને બેટસમેન એવા અટવાઇ ગયા કે બાકી આશા પર પણ પાણી ફરી વળ્યું. તેની સાથે જ ભારતીય ટીમનો કેનિંગ્ટન ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે, મંગળવારના રોજ 118 રનોથી હાર મળી. પાંચ મેચની સીરીઝ 4-1થી યજમાન ટીમના નામે રહી. ભારતની સામે ચોથી ઇનિંગ્સમાં જીત માટે 464 રનોનો લક્ષ્યાંક મૂકયો હતો પરંતુ આખી ટીમ 345 રન પર આઉટ થઇ ગઇ. ઇંગ્લેન્ડની તરફથી જેમ્સ એંડરસને ત્રણ વિેકેટ લીધી. તેની સાથે જ તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર્સ બની ગયો છે. તેમણે ગ્લેન મૈકગ્રાના 563 વિકેટોને પાછળ છોડી.

પાંચમા દિવસે ભારતની તરફથી કેએલ રાહુલના 149 અને ઋષભ પંટ (114)ની વચ્ચે થયેલ 204 રનોની ભાગીદારી ભારત માટે એક આશાનું કિરણ હતું. પરંતુ આદિલ રશીદે બંનેને આઉટ કરી ઇંગ્લેન્ડની જીત લગભગ નક્કી કરી દીધી.

સલામી બેટસમેન કેએલ રાહુલ તરીકે ભારતને છઠ્ઠો ઝાટકો લાગ્યો. તે 149 રન બનાવી આદિલ રશીદના બોલ પર બોલ્ડ થઇ ગયો હતો. તેની પહેલાં તેણે વિકેટકીપર બેટસમેન ઋષભ પંતે સદી ફટકારી મંગળવારના રોજ અહીંની ભારતની પાંચમી અને છેલ્લી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડ પર જીતની આશા બંધાવી હતી.

રાહુલે પોતાની ઇનિંગ્સમાં 224 બોલનો સામનો કર્યો. તેણે આ દરમ્યાન 20 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. પંત (101 નોટ આઉટ)એ ટી બ્રેકની બરાબર પહેલાં પોતાની કેરિયરની પહેલી સદી પૂરી કરી. આ બંનેએ છઠ્ઠી વિકેટ માટે 204 રન ફટકાર્યા.

રાહુલે આની પહેલાં વાઇસ કેપ્ટન અંજિકય રહાણે (37)ની સાથે પણ સદીની ભાગીદારી (118) નિભાવી હતી. સવારે 46 રનથી પોતાની ઇનિંગ્સ આગળ વધાતા રાહુલે શરૂઆત થી જ સકારાત્મક અંદાજમાં બેટિંગ કરી અને કોઇપણ પ્રકારના દબાણ વગર પોતાના શોટ ફટકાર્યા. પંત એ શરૂઆતમાં એલર્ટ વર્તયા બાદ પોતાના નૈસર્ગિંક અંદાજમાં બેટિંગ કરી. ભારતના બંને બેટસમેન સ્પિનરોની સામે સહજતાથી રન ફટકાર્યા. તેના લીધે ભારતની રન ગતિ પણ તેજ થઇ ગઇ. રાહુલે લંચ પહેલાં જ 118 બોલ પર પોતાની સદી પૂરી કરી દીધી હતી. તેમની આ છેલ્લાં બે વર્ષોમાં પહેલી અને કુલ પાંચમી સદી છે. સતત નવ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ પહેલી વખત તેમણે 50થી વધુ રન બનાવ્યા. તેઓ ઇંગ્લેન્ડમાં ચોથી ઇનિંગ્સમાં સદી બનાવનાર બીજા ભારતીય સલામી બેટસમેન છે. સુનીલ ગવાસ્કરે આ મેદાન (ઓવલ) પર 1979મા 221 રન બનાવ્યા હતા.

રાહુલે જો કે સદીનો ખાસ જશ્ન મનાવ્યો ન હતો તથા પોતાના હેલમેટને ચૂમવા સિવાય ડ્રેસિંગ રૂમમાં પોતાના સાથી ખેલાડીઓનું અભિવાદન સ્વીકાર્યું. પંત એ પોતાના આદિલ રાશિદના બોલ પર ગગનદાયી છગ્ગો ફટકારી પોતાના સદાબહાર અંદાજમાં સો રન પૂરા કર્યા. તેના માટે તેમને 117 બોલ રમ્યા તથા 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેઓ ઇંગ્લેન્ડની સરજમી પર સદી ફટકારી પહેલાં ભારતીય વિકેટકીપર છે.

આની પહેલાં ઇંગ્લેન્ડમાં ભારતીય વિકેટકિપરનો સર્વોચ્ચ સ્કોર 92 રન હતો જે મહેન્દ્ર સિંહ ધોનીએ 2007મા ઓવલમાં બનાવ્યો હતો. પંત અને તેના સાથીઓએ પણ ઉપલ્બિધનો ખુલીને જશ્ન મનાવ્યો. જ્યારે રાહુલ અને પંત રમી રહ્યાં તો આ વખતે વાદળો પણ છવાયેલા રહ્યાં. પંત એ જ્યારે સ્ટોક્સની એક ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા તો બોલર્સ નિરાશ દેખાઇ રહ્યાં હતા.

પંત છગ્ગાથી પોતાની પહેલી ટેસ્ટ પૂરી કરનાર ચોથો ભારતીય પણ બન્યો. ભારતે પહેલાં સત્રમાં બે વિકેટ ગુમાવી. રહાણે એ મોઇન અલી પર પેડલ સ્વીપ કરવાના પ્રયસમાં પોતાની વિકેટ ગુમાવી જ્યારે પહેલી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર હનુમા વિહારી ખાતું પણ ખોલી શકયા નહીં.