INDvsAUS: 3rd ODI It's all over, India Won Series by 7 Wickets
  • Home
  • Sports
  • Cricket
  • INDvsAUS: ભારતની ઐતિહાસિક જીત, ધોની-કેદારની જોડીએ ઑસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી

INDvsAUS: ભારતની ઐતિહાસિક જીત, ધોની-કેદારની જોડીએ ઑસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી

 | 4:19 pm IST

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયન ટીમને 230 રનમાં ઑલઆઉટ કરી હતી. મેલબર્નમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારતીય બોલર યુઝુવેન્દ્ર ચહલનું પ્રદર્શન સારું રહ્યું હતુ. ચહલે 10 ઓવર્સમાં 42 રન આપીને 6 વિકેટ્સ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીએ 2-2 વિકેટ્સ લીધી હતી.

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરઝની પ્રથમ મેચ સિડનીમાં રમાઇ હતી. જેમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને માત આપી હતી. આ સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમાઇ હતી. ભારત તરફથી ધોનીએ 114 બોલમાં 87 રન અને કેદાર જાધવે 57 બોલમાં 61 રન કરી  121 રનની ભાગેદારી સાથે શાનદાર પ્રદર્શન કરી ભારતને 2-1થી શ્રેણી જીતાડી છે.

જેમાં ભારતે, ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી સિરીઝમાં 1-1ની બરાબરી કરી હતી. જ્યારે આ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ મેલર્બન ખાતે રમાઇ હતી. જેમાં ઑસ્ટ્રેલિયન ટીમને ભારતે 230 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે 49.2 ઓવરમાં 234 રન કરીને આ સિરીઝ 2-1થી જીતી લીધી છે.

ભારત તરફથી ધોની-કેદારની ભાગીદારી સફળ થઇ હતી. બન્ને ખેલાડીઓએ ભેગા મળીને 121 રનની ભાગેદારી નોંધાવી હતી. ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા સામે 7 વિકેટથી વન-ડે સિરીઝ ભારતના નામે કરી છે.

ભારતીય બોલરનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા ઑસ્ટ્રેલિયાના બેસ્ટમેન

મેલબર્નમાં રમાયેલી ભારત-ઑસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની ઓપનિંગ જોડી કંઇ ખાસ કમાલ કરી શકી નહોતી. એલેક્સ કેરી 5 રન અને એરન ફિન્ચ 14 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ ઉસ્માન ખ્વાજાએ ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પણ 34 રને આઉટ થઇ ગયો હતો. એટલે કે આ મેચમાં ભારતીય બોલરોનો સામનો કરવામાં ઑસ્ટ્રેલિયાના બેસ્ટમેન નિષ્ફળ સાબિત થયા હતા.

231નો લક્ષ્યાંક ચીરવામાં ભારતીય ટીમ સફળ

અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ઇનિંગના બીજા દાવમાં ભારતની ટીમ 231નો લક્ષ્યાંક સાધવા માટે મેદાને ઉતરી ગયું હતું. ભારતની ટીમને પ્રથમ વિકેટના ઝટકા તરીકે રોહિત શર્માને 17 બોલમાં 9 રન કરીને પરત ફરવું પડ્યું હતુ. જ્યારે બીજી વિકેટ તરીકે ભારતને સ્ટોઈનિસના સ્લોર બોલને ડ્રાઈવ કરવા જતા ધવન આઉટ થયો હતો. શિખર ધવન 46 બોલમાં 23 રન કરી આઉટ થયો હતો. ભારતની ટીમને વધુ એક ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ત્રીજી વિકેટ તરીકે વિરાટ કોહલીની પડી હતી. કોહલી રિચાર્ડસનની 30માં ઓવરમાં 62 બોલમાં 46 રન કરી આઉટ થયો હતો.