#INDvsAUS: Azharuddin on Captain Virat Kohli
  • Home
  • Sports
  • Cricket
  • ભારતના પૂર્વ કપ્તાન અજહરે વિરાટને લઇને કર્યો મોટો ખુલાસો

ભારતના પૂર્વ કપ્તાન અજહરે વિરાટને લઇને કર્યો મોટો ખુલાસો

 | 4:00 pm IST

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં વિરાટે પોતાની 39મી વન-ડે સદી નોંધાવી છે. જેની સાથે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ કુલ 64 સદી પોતાના નામે નોંધાવી લીધી છે. વિરાટના શાનદાર પ્રદર્શનના વખાણ કરતા ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અજહરુદ્દીને વિરાટની ફિટનેસને લઇને આગામી સયમમાં તેઓ કેવી પ્રદર્શન કરી શકે છે તની આગાહી કરી હતી.

અજહરે એડિલેડમાં વિરાટના શાનદાર પ્રદર્શનને લઇને જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી જો આવી જ રીતે રમશે તો આગળ જતા તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આરામથી 100 સદી ફટકારી શકશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સચિન તેંડુલકર જ એકમાત્ર ક્રિકેટર છે કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે.

અજહરના પ્રમાણે વિરાટ કોહલી બધી જ રીતે એકદમ બરાબર છે અને જો વિરાટ આવી જ રીતે ફિટ રહ્યો તો આરામથી તે 100 સદી સુધી પહોંચી જશે. દુનિયાના બધા જ ખેલાડીઓમાં કોહલીની એક અલગ જ છાપ છે. એવું ભાગ્યે જ બન્યું છે કે વિરાટે સદી ફટકારી હોય અને ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હોય. આ સીવાય અજહરે મહેન્દ્ર સિંઘ ધોની અને દિનેશ કાર્તિકના પણ વખાણ કર્યા હતા.

જો તમે ટ્રેન્ડ સમજવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે ભારતા શરૂઆતના ત્રણ બસ્ટમેન રન બનાવે, ત્યારે ભારતની જીત થાય જ છે. જોકે સિરીઝની પ્રથમ મેચમાં ભારત માટે ખરાબ સાબીત થઇ હતી, કારણકે મેચની શરૂઆતમાં જ ટીમે ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મેચમાં રોહિતે સદી ફટકારી હતી, છતા ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

સાથે જ આ મેચમાં વિરાટ અને ધોનીએ મેચને એકદમ સુંદર રીતે સંભાળી હતી. મેચ દરમિયાન વિરાટ સદી ફટકારીને આઉટ થઇ ગયા હતા, પરંતુ ધોનીએ અંત સુધી ગેમમાં ટકીને ભારતને જીતના ફલક પર પહોંચાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન