#INDvsAUS: Captain Kohli Captured With World Cup 2019 Trophy
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડકપ ટ્રોફી સાથે નજરે ચડ્યો વિરાટ, કહ્યું હવે ફોકસ છે ટ્રોફી જીતવા પર

વર્લ્ડકપ ટ્રોફી સાથે નજરે ચડ્યો વિરાટ, કહ્યું હવે ફોકસ છે ટ્રોફી જીતવા પર

 | 4:22 pm IST

શનિવારથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સિરીઝ રમાવા જઇ રહી છે. જ્યારે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કર્યા બાદ ફરી એકવાર ટીમ ઇન્ડિયા, ઑસ્ટ્રેલિયાને પછાડવા માટે તૈયાર થઇ ગઇ છે. શુક્રવારે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં કોહલીએ જણાવી દીધું હતું કે હવે ભારતની ટીમનું સંપૂર્ણ ફોકસ આ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાવા જઇ રહેલા વિશ્વકપને જીતવા પર છે.

ઑસ્ટ્રેલિયા સામે વન-ડે મેચ બાદ ભારતીય ટીમ ન્યૂજીલેન્ડના પ્રવાસે રવાના થશે, જ્યાં રમાવા જઇ રહેલી વન-ડે સિરીઝમાં ટીમ ભાગ લેશે. આ સીવાય ભારતમાં ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઇ રહેલી પાંચ મેચની વન-ડે સિરીઝમાં પણ જોડાશે. આ વર્ષે રમાવા જઇ રહેલા વર્લ્ડકપને ધ્યાનમાં રાખી કપ્તાન કોહલીએ, ઑસ્ટ્રેલિયાના કપ્તાન અરૉન ફિંચ સાથે ઉભા રહીને વર્લ્ડકપ ટ્રોફી પકડીને તસવીર પણ પડાવી છે.

વર્ષ 2019માં વિરાટ કોહલી માટે સૌથી મોટો પડકાર છે ઇંગ્લેન્ડમાં રમાવા જઇ રહેલી 50 ઓવરની વર્લ્ડકપ મેચ. આગામી વર્લ્ડકપ જ કોહલીની દશા અને દિશા નક્કી કરી શકે છે. ભારતને પહેલા વર્લ્ડકપ કપિલ દેવે વર્ષ 1983માં આપ્યો હતો અને તેના બરાબર 28 વર્ષ પછી એટલે કે 2011માં MSDએ ભારતને વર્લ્ડકપ આપ્યો હતો. હવે 8 વર્ષ પછી કપ્તાન કોહલી પર વર્લ્ડકપ જીતવાની જવાબદારી છે. જો આ વર્લ્ડકપ ભારતીય ટીમ જીતવામાં સફળ થશે તો ઑસ્ટ્રેલિયા પછી ભારતની ટીમ સૌથી સફળ ટીમ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન