INDVSAUS: Cheteshwar pujara Equals Rahul Dravid
  • Home
  • Sports
  • Cricket
  • INDvsAUS: સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પૂજારા એટલે ‘ધ વૉલ 2.0’નું લેટેસ્ટ વર્ઝન

INDvsAUS: સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પૂજારા એટલે ‘ધ વૉલ 2.0’નું લેટેસ્ટ વર્ઝન

 | 1:32 pm IST

છ વર્ષ પહેલાં જ્યારે ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત કરી તો બધા હેરાન થઇ ગયા હતા. ભારતીય ક્રિકેટ રસિયાઓને ચિંતા હતી કે હવે કોણ રાહુલ દ્રવિડની જગ્યા લેશે. ભારતમાં એવો કયો બેટ્સમેન છે, જે ટેસ્ટ ક્રિકેટમાં નંબર 3ની ભૂમિકામાં આવી દ્રવિડની કમી પૂરી કરી શકે છે.

આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના ખેલાડી ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમમાં પોતાની જગ્યા શોધી રહ્યો હતો. પૂજારાએ ટૂંક સમયમાં જ આ તકને પસંદ કરી અને તેને ટીમ ઇન્ડિયાના નવા વિશ્વાસપાત્ર બેટસમેન તરીકે પોતાની ઓળખ બનાવી લીધી. પૂજારાને ‘ધ વૉલ 2.0’ કહીએ તો પણ ખોટું નથી.

એડિલેડમાં પૂજારાએ ફરી એકવખત પોતાના સાહસનો પરચો દેખાડ્યો. ગુરૂવારથી 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમવા ઉતરેલ ટીમ ઇન્ડિયા પહેલી ટેસ્ટ મેચના પહેલાં દિવસે સંકટમાં ઘેરાયેલી રહી. આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા 127 રન જોડતા પોતાના 6 બેટસમેને વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ પૂજારા પોતાના શાંત સ્વભાવથી ધૈર્યપૂર્ણ રમત રમી રહ્યાં હતા. તેમણે અંતમાં ભારતના પૂછડિયા બેટસમેનની સાથે મળી ભારતના ખાતામાં જરૂરી રન જોડવામાં મદદ કરી.

પૂજારાએ સાહસનો પરચો આપતા પોતાની ટેસ્ટ કેરિયરની 16મી સદી ફટકારી અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 5000 રનના આંકડાએ પણ પહોંચી ગયો. ભારત માટે 66મી ટેસ્ટ મેચ રમી રહેલ પૂજારા માટે આ કોઇ પહેલો મોકો નથી, જ્યારે તેને ભારતને સંકટરમાંથી ઉગારવામાં આવ્યું. દેશ હોય કે વિદેશ જ્યારે પણ ભારતીય ટીમ સંકટમાં ઘેરાય છે, પૂજારાએ દરેક વખતે તેને સંકટમાંથી ઉગારવાનું કામ કર્યું છે.

તેનો રમવાનો અંદાજે બિલકુલ રાહુલ દ્રવિડની જેવો છે. તેઓ ક્રીઝ શાંત રહે છે અને પોતાના સોલિડ ડિફેન્સથી વિરોધી ટીમના એટેકને જોરદાર ટક્કર આપે છે. ત્યારબાદ જ્યારે પૂજારા બોલ પર પોતાની નજરો રાખે છે તો પછી તેઓ રનોનો ઢગલો કરી દે છે. હાલ કોહલી બાદ પૂજારા જ એક એવું નામ છે જે વિરોધી ટીમ પર પોતાનો દબદબો બનાવી રાખે છે.

રાહુલ દ્રવિડની સાથે તેમની જુગલબંધી કંઇક એવી છે કે તેણે પોતાના 3000, 4000, અને 5000 રનનો આંકડો એટલી જ ઇનિંગ્સમાં પૂરો કર્યો, જેટલી તેના આદર્શ રાહુલ દ્રવિડે કર્યો. દ્રવિડે પોતાના 3000 ટેસ્ટ રન 67 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા, તો પૂજારએ પણ આટલી જ ઇનિંગ્સમાં આ આંકડો પૂરો કર્યો.

ત્યારબાદ 4000 રનની વાત કરીએ તો આ આંકડો 84 ઇનિંગ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પૂજારાએ પણ આટલી જ ઇનિંગ્સમાં પૂરા કર્યા. એડિલેડમાં પૂજારાએ 5000 રન પૂરા કર્યા તો તેની કેરિયરની 108મી ઇનિંગ્સ હતી, રાહુલ દ્રવિડે પણ આટલી જ ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા હતા.

પૂજારા 50.28ની સરેરાશથી રન બનાવી રહ્યાં છે અને અત્યાર સુધી તેમનું નામ ત્રણ બેવડી સદી છે. રાહુલ દ્રવિડની વત કરીએ તો તેણે 164 ટેસ્ટની 286 ઇનિંગ્સમાં 52.31ની સરેરાશથી 13288 રન બનાવ્યા. દ્રવિડે પોતાની કેરિયરમાં કુલ 36 સદી બનાવી, જેમાં 5 બેવડી સદી પણ સામેલ હતી.