#INDvsAUS: Dhoni Loses his Cool, Blasts Khaleel Ahmed During Adelaide
  • Home
  • Sports
  • Cricket
  • હંમેશાં શાંત રહેતા ધોનીએ ગુમાવ્યો મગજ, ખલીલ અહમદને ન કહેવાનું કહી નાખ્યું

હંમેશાં શાંત રહેતા ધોનીએ ગુમાવ્યો મગજ, ખલીલ અહમદને ન કહેવાનું કહી નાખ્યું

 | 5:49 pm IST

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે ભારતને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. ભારતે 49 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 299 રન કરી જીત હાસલ કરી લીધી છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરીઝમાં બંને ટીમ સીરીઝ 1-1થી બરાબર થઈ છે.

જોકે કુલ ધોની તરીકે ઓળખાતા MSD સાથે એડિલેડમાં રમાયેલી મેચમાં એવો પણ સમય આવ્યો કે તે ગુસ્સામાં આવી ગયા હતા. ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયેલી વન-ડેમાં બહાર બેઠેલા ખલીલ અહમદ પર ગુસ્સે થઇ ન કહેવાનું કહી દીધું હતું. હાલ સોશ્યલ મીડિયા પર ધોનીના આ બન્ને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

આ બનાવ ભારતની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારનો છે. મેચ દરમિયાન ખલીલ અહમદ ધોની માટે પાણી લઇને જાય છે. આ દરમિયાન ખલીલ પીચ પરથી ચાલીને આવે છે અને તેને પગમાં સ્પાઇક્સ પહેરની આવ્યો હતો. જેને કારણે ધોની ખલીલ પર ગુસ્સે થઇ જાય છે અને તેને ઇશારાથી કંઇક સમજાવવાનો પ્રયત્ન કરે છે.

હાલ ધોનીને લઇને એક વીડિયો વાયરલ થયો હતો, જેને લઇને સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું કે જેમાં ધોની રન લેવા માટે દોડે છે અને પછી રન પુરો નથી કરતો. જેના થોડા સમયબાદ જ ધોનીનો આ પ્રકારનો બીજો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધોની ખલીલ અહમદ પર ગુસ્સે થતો નજરે ચડે છે.

અગાઉ પણ ધોનીનો આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા હતો જેમાં તેઓ મનીષ પંડ્યાને મેચ દરમિયાન અરશબ્દો બોલતા નજરે ચડ્યા હતા. ધોનીને આવી રીતે ગુસ્સે થતા ક્યારેક જ જોવા મળે છે અને એમાં પણ તેઓ મોટાભાગે પોતાની ટીમના સભ્ય પર જ કોઇ કારણોસર ગુસ્સે થતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન