#INDvsAus: Rohit Says This Player Should Replace Rayudu on Number Four
  • Home
  • Sports
  • Cricket
  • રોહિતની સલાહ: આ ખેલાડીએ રાયડૂને ચોથા નંબર પર રિપ્લેસ કરવો જોઇએ

રોહિતની સલાહ: આ ખેલાડીએ રાયડૂને ચોથા નંબર પર રિપ્લેસ કરવો જોઇએ

 | 11:51 am IST

ભારતીય ટીમના ઉપ-કપ્તાન રોહિત શર્માનું માનવુ છે કે મહેન્દ્ર સિંઘ ધોનીએ ચોથા નંબર પર બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરવું જોઇએ. શનિવારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડેમાં ધોનીએ 96 બોલમાં 51 રન બનાવ્યા હતા. ધોની એ સમયે બેટિંગ માટે મેદાન પર ઉતર્યા હતા જ્યારે ભારતીય ટીમ ચાર રનમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી.

ધોનીએ પછીથી રોહિત શર્મા સાથે મળીને 141 રનની ભાગીદારી કરી હતી. તેમ છતા યજમાન ટીમ સામે ભારતને 34 રનથી હાર મળી હતી. છેલ્લી 13 જેટલી મેચમાં ધોનીએ માત્ર 25ની સરેરાશથી રન બનાવ્યા હતા, જ્યારે બીજી તરફ રાયડૂએ નબંર-4 પર આવી ને 45ની સરેરાશથી રન બનાવ્યા હતા. તેમ છતા રોહિતનુ માનવું છે કે નંબર-4 પર રાયડૂની જગ્યા પર ધોનીને બેટિંગ કરવાનો મોકો આપવો જોઇએ.

રોહિતે આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે મને વ્યક્તિગત રીતે લાગે છે કે ધોનીને નંબર-4 પર બેટિંગ કરવી જોઇએ જે ટીમ માટે ફાયદાકારક છે. જોકે રાયડૂએ નંબર-4 પર સારું જ કામ કર્યું છે અને કોને ક્યાં નંબર પર બેટિંગ પર ઉતારવા એ સંપૂર્ણ રીતે કોચ અને કપ્તાન પર આધાર રાખે છે કે તેઓ શું વિચારે છે. જોકે શ્રેણી શરૂ થતા પહેલા કપ્તાન કોહલીએ જણાવ્યું હતું કે અમારું માનવી છે કે નંબર-4 માટે રાયડૂ યોગ્ય છે કારણ કે તેની પાસે પુરતો અનુભવ છે અને સ્થાનિક ક્રિકેટ અને આઇપીએલમાં ઘણીવાર રાયડૂએ ટીમને જીત અપાવી છે.

જ્યારે ધોનીના પ્રદર્શનની વાત કરવામાં આવે તે ડિસેમ્બર 2017 પછી ધોનીએ પ્રથમ વાર અર્ધસદી ફટકારી છે. તેમણે પહેલી મેચમાં 96 બોલ રમ્યા હતા, જેમાં 63 બોલ ખાલી ગયા હતા. રોહિતે આ વિશે કહ્યું હતું કે ધોની જ્યારે મેદાન પર ઉતર્યા ત્યારે ટીમ પહેલેથી જ ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. ઑસ્ટ્રેલિયાના બોલર પણ સારી બોલિંગ કરી રહ્યા હતા અને અમારે તેનો સામનો કરવાનો હતો. એટલા માટે અમે થોડો સમય લીધો, કારણ કે એ સમયે જો અમે વધુ એક વિકેટ ખોઇ બેસતા તો મેચ ત્યાં જ સમાપ્ત થઇ જતી, એટલા માટે મેચને આગળ લઇ જવા માટે અમે ખાલી બોલ જવા દીધા હતા.