INDvsNZ: ન્યૂઝીલેન્ડથી માત્ર 4 રનથી હાર્યું ભારત, આ રહ્યાં હારના ચાર કારણો

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ભારતને 4 રને હાવીને કીવીએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ 212/4ના જવાબમાં ભારતીય ટીમ 208/6નો સ્કોર બનાવી શકી અને મેચ ગુમાવી દીધી હતી. કોલિન મુનરો (40 બોલ 72 રન) મેન ઓફ ધ મેચ અને ટિમ સિફર્ટ (3 મેચ 139 રન) મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.
ક્રુણાલ પંડ્યા મોઘો સાબિત થયો
આ બધાની વચ્ચે ભારતની હારના ચાર કારણો સામે આવ્યા છે. જેમાં પ્રથમ ક્રુણાલ પંડ્યા મોઘો સાબિત થયો છે. કારણ કે બીજી ટી20માં તેણે ત્રણ વિકેટ લીધી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ માટે પસંદ કરાયો હતો. પણ ત્રીજી મેચમાં ક્રુણાલે ધબડકો કર્યો હતો. ચાર ઓવરમાં તેણે 56 રન આપ્યા અને એક પણ વિકેટ ના લીધી.
ખલીલ અહેમદે કેચ છોડ્યો
ચાર ઓવરમાં ખલીલે પણ 47 રન આપ્યા. અને ખલીલે હાર્દિક પંડ્યાના બોલ પર કોલિન મુનરોનો કેચ છોડ્યો હતો.
શિખર ધવને માત્ર 5 રન બનાવ્યા
ન્યૂઝીલેન્ડ 212/4ના જવાબમાં ભારતીય ટીમ 208/6નો સ્કોર બનાવી શકી જેમાં શિખર ધવન જલ્દી આઉટ થતા આશાઓ પણ પાણી ફરી વડ્યું હતુ.
એમએસ ધોની તો બે રનમાં આઉટ
ટીમના સૌથી અનુભવી ખેલાડી ધોનીને આ હાર માટે જવાબદાર માની શકાય છે. ધોની જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે 4 વિકેટ પર 141 રન હતા.