ભારત-શ્રીલંકાની મેચ પર ઇમરજન્સીની અસર થશે નહીં - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-શ્રીલંકાની મેચ પર ઇમરજન્સીની અસર થશે નહીં

ભારત-શ્રીલંકાની મેચ પર ઇમરજન્સીની અસર થશે નહીં

 | 3:24 pm IST

નિદહાસ ટ્રોફીની પ્રથમ મેચ પહેલા શ્રીલંકાથી મોટા સમાચાર આવી રહ્યા છે. શ્રીલંકા સરકાર દ્વારા 10 દિવસ માટે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ ઇમરજન્સી હાલમાં કેન્ડી જિલ્લામાં લાગુ કરવામાં આવી છે. જેના પછી આજે યોજાનારી મેચ પણ રદ્દ થવા અંગે વાતો સામે આવી રહી હતી. પરંતુ બીસીસીઆઇ દ્વારા મેચ રદ્દ થવાની વાત નકારી કાઢવામાં આવી છે. સાથે જ કહ્યું છે કે ભારતીય ટીમ સુરક્ષિત છે અને કોલંબોમાં સ્થિતિ સામાન્ય છે.

હાલમાં શ્રીલંકાના કેટલાક ભાગોમાં ચાલી રહેલી હિંસક ઘટનાને પગલે ઇમરજન્સી લગાવવામાં આવી છે. જેમાં બૌદ્ધ અને મુસ્લિમ વર્ગના લોકો વચ્ચે હિંસક ઘટના બની હતી. છેલ્લા ઘણાં સમયથી આ બે વર્ગો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન બૌદ્ધ લોકો દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મુસ્લિમો અહીં લોકોનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે. તેમજ બૌદ્ધના અવશેષોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

ભારત-શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે નિદહાસ ટ્રોફીની આજથી શરૂઆત થઇ રહી છે. આજે સાંજે 7 કલાકે ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી મેચ કોલંબો ખાતે રમાશે. જ્યારે હિંસક ઘટના કેન્ડીમાં બની છે. જે જોતાં મેચમાં કોઇ પણ ખલેલ પહોંચે તેવી શક્યતા રહેલી નથી.