INDvsWI: The Players who will do batter Performance in Last ODI
  • Home
  • Sports
  • Cricket
  • અંતિમ વન ડેમાં આ ખેલાડીઓ કરી શકે છે કમાલ, વિરાટ સેનાની સિરીઝ પર નજર

અંતિમ વન ડેમાં આ ખેલાડીઓ કરી શકે છે કમાલ, વિરાટ સેનાની સિરીઝ પર નજર

 | 6:44 pm IST

ટીમ ઇન્ડિયા હાલ વેસ્ટઈન્ડીયામાં વન ડે સિરીઝ રમી રહી છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝ 3-0 થી જીતી હતી. ત્યારે હવે ભારતીય ટીમની નજર વન ડે સિરીઝ પર છે. જોકે સિરીઝની પહેલી વન ડે મેચ વરસાદનો ભોગ બની હતી જેના કારણે બન્ને ટીમોને સરખા પોઇન્ટ આપવામાં આવ્યા હતા.

જ્યારે બીજી વન ડે મેચ પર વિરાટ સેનાએ કબજો કર્યો હતો અને મેચ 59 રને જીતી હતી. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી 120 રન બનાવ્યા હતા. હવે ત્રીજી અને અંતિમ મેચ 14 તારીખે એટલે કે બુધવારે પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ખાતે રમાશે. જેના માટે ટીમ ઇન્ડિયા સંપૂર્ણ રીતે તૈયારી છે. પરંતુ આ મેચમાં બન્ને ટીમોના આ દિગ્ગજ અને યુવા ખેલાડીઓ પર પ્રશંસકોની ખાસ નજર રહેશે. જેમાં ભારતીય ટીમની વાત કરીએ તો વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત, શ્રેયસ અય્યર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામી સામેલ છે. જ્યારે વેસ્ટઈન્ડીઝ તરફથી ક્રિસ ગેલ, ઇવાન લુઈસ, નિકોલસ પૂરણ છે.

વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. તેને બીજા વન ડે મેચમાં 120 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેથી આવું જ પ્રદર્શન અંતિમ વન ડે મેચમાં પણ જોવા મળશે એવી પ્રશંસકોને અપેક્ષા છે. ઉપરાંત રોહિત શર્માની વાત કરીએ તો 2જી વન ડેમાં તેને કોઈ ખાસ કમાલ કરી નહોતી. પરંતુ અંતિમ વન ડેમાં તે દર્શકોને નિરાશ નહીં કરે એવી આશા છે. કારણ કે વેસ્ટઇન્ડીઝ સામે રોહિતનો રેકોર્ડ શાનદાર છે. તેને વિન્ડીઝ સામે એક બેવડી સદી પણ ફટકારી છે. રિષભ પંતની વાત કરીએ તો માત્ર ત્રીજા ટી20માં તે 65 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

પરંતુ આ સિવાય અન્ય મેચોમાં તે સસ્તામાં પેવેલિયન ભેગો થયો છે. તેથી અંતિમ વન ડેમાં લાંબી અને સારી બેટિંગ કરે એવી અપેક્ષા છે. શ્રેય્યસ અય્યરે બીજા વન ડે મેચમાં કેપ્ટન કોહલી સાથે શાનદાર ભાગેદારી કરી ટીમ ઇન્ડિયાને સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી. આ સાથે અય્યરે ચોથા ક્રમના ટીમની મોટી સમસ્યાનો પણ ઉકેલ લાવ્યો હતો. તેથી ત્રીજા વન ડે પર અય્યર પર સિલેક્ટર્સ અને દર્શકોની ખાસ નજર રહેશે.

આ સિવાય બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે બીજી વન ડે મેચમાં 4 વિકેટ ઝડપ્યા હતા. જ્યારે મોહમ્મદ શામીએ પણ બીજા વન ડે મેચમાં 2 વિકેટ ઝડપ્યા હતા. તેથી અંતિમ વન ડે મેચમાં બન્ને શાનદાર પ્રદર્શન કરી વિન્ડીઝના બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરશે એવી અપેક્ષા છે. બીજી તરફ વેસ્ટઈન્ડીઝની વાત કરીએ તો ‘યુનિવર્સલ બોસ’ તરીકે ઓળખાતા ક્રિસ ગેલે છેલ્લા બે વન ડે મેચમાં કોઈ ખાસ કમાલ કરી નહી. તેથી અપેક્ષા છે કે ક્રિસ ગેલ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી દર્શકોના દિલ જીતશે. આ સિવાય ઇવાન લુઇસ અને નિકોલસ પૂરણ પણ સારા બેટ્સમેન છે તેથી આ બન્ને પણ ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 

આ વીડિયો પણ જુઓ: બોપલમાં પાણીની ટાંકી ધરાશાયીના CCTV આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન