રાજોરીમાં પાકે ફરી પાડ્યો શાંતિમાં વિરામ, ભારતે છ આંતકીઓને પણ પાછા હાંકી કાઢ્યા - Sandesh
  • Home
  • World
  • રાજોરીમાં પાકે ફરી પાડ્યો શાંતિમાં વિરામ, ભારતે છ આંતકીઓને પણ પાછા હાંકી કાઢ્યા

રાજોરીમાં પાકે ફરી પાડ્યો શાંતિમાં વિરામ, ભારતે છ આંતકીઓને પણ પાછા હાંકી કાઢ્યા

 | 11:02 am IST

પાકિસ્તાને વધુ એકવાર રાજોરીના બીજી સેકટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કરીને શાંતિમાં પણ વિરામ પાડ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના આ દ્રુષકૃત્યનો જડબેસલાક જવાબ આપ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન કઠુઆના હીરાનગર સેકટરમાં પણ આંતરરાષ્ટ્રીય સરહદે ગોળીબારના 15 રાઉન્ડ ફાયર કર્યા હતા અને મોર્ટારમારો કર્યો હતો. ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ પણ પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો સજ્જડ પ્રતિભાવ આપ્યો હતો. આ સાથે ભારતીય સૈનિકોએ છ જેટલા આંતકીઓની ઘૂસણંખોરીનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો હતો.

 

પાકિસ્તાન છેલ્લાં કેટલાક દિવસથી સતત શસ્ત્રવિરામ ભંગ કરી રહ્યું છે. ત્રણ દિવસ અગાઉ પાકિસ્તનની સેનાએ કરેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા હતાં.

દરમિયાન બીએસએફની માહિતી પ્રમાણે બોબિયા વિસ્તારમાં ચારથી છ આતંકીઓ ઝીરો લાઈન પાસે દેખાયા હતાં. આ સાથે જ ગતરાતે 12 વાગે પાકિસ્તાની રેન્જર્સે સાંબા સેકટરની સીમા ચોકીઓ પર હુમલો કર્યો હતો. આંતકીઓ હેન્ડ હેલ્ડ થર્મલ કેમેરા (એચએચટીઆઈ)માં દેખાયા હતાં. આ પૈકી એક આંતકી ઈજાગ્રસ્ત હતો અને તેની સાથે અન્ય ચાર-પાંચ આતંકીઓ પણ હતાં.

આ વિસ્તારમાં બીએસએફના જવાનોએ પેરા બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આમેય સમગ્ર વિસ્તાર ઘાસ અને અન્ય વૃક્ષો અને છોડની ગીચોગીચ છે. આતંકીઓ આ ઝાડીઓમાં ભરાઈને બીએસએફ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ બીએસએફે પણ વળતો પ્રહાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન