Infinix Hot 8 with 5000mah battery launched in india
  • Home
  • Featured
  • 5000MAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો આ સ્માર્ટફોન, કિંમત માત્ર 6,999 રૂપિયા

5000MAhની બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો આ સ્માર્ટફોન, કિંમત માત્ર 6,999 રૂપિયા

 | 9:23 am IST

ઇન્ફિનિક્સ કંપનીએ ભારતીય બજારોમાં પોતાનો નવો સ્માર્ટફોન Hot 8 લોન્ચ કર્યો છે. કંપનીએ Hot 8 ‘એક મોટી શરૂઆત’ ની ટેગ લાઇન સાથે પ્રમોટ કર્યો છે. ઓછી કિંમત ધરાવતા આ ફોનમાં દમદાર બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેની સૌથી મોટી વિશેષતા છે. ફોનમાં 5000 એચએચની બેટરી આપવામાં આવી છે. ભારતમાં આ ફોન એક્સક્લુસિવલી ઇકોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. જેની કિંમત 6,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન યુઝર્સ આજે Flipkartથી ખરીદી શકે છે.

ફોનમાં આપવામાં આવેલો ટ્રિપલ રિયર કેમેરો અને 5000 mAh ની બેટરી તેને પોતાના સેગ્મેંટમાં ખાસ બને છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટથી 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ઇન્ફિનિક્સનો નવો ફોન બજેટ સ્માર્ટફોન છે, જેમાં તમને ઘણા બધા સારા ફીચર્સ મળશે. કંપનીએ ફોનનું ફક્ત એક જ વેરિએન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. ફોનમાં 6.52 ઇંચની એચડી+ 20:9 ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

ઇનફીનિક્સના નવા સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 MP+2 MP+ VGA કેમેરા છે. સાથે જ ફોનના ફ્રંટમાં 8 MP નો AI કેમેરા આપવામાં આવ્યો છે. ફોન એંડ્રોઇડ પાઇ 9.0 પર રન કરે છે.

ઇનફીનિક્સ હોટ 8 માં હીલિયો P22 પ્રોસેસર છે. કંપનીએ તેની 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ મેમરીવાળું એક જ વેરિએન્ટ લોન્ચ કર્યું છે. ફોનની મેમરીને તમે માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 GB સુધી એક્સપેંડ કરી શકો છો. નવી સ્માર્ટફોનમાં 5000 mAh ની દમદાર બેટરી છે, જે સારો બેકઅપ આપે છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ પર જો તમે ફોનનો નોર્મલ યૂઝ કરે છે તો આ દોઢ દિવસ સુધી ચાલશે. ફોનમાં માઇક્રો યૂએસબી પોર્ટ છે, જો કે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન