infinix-note-5-launch-in-india
  • Home
  • Technology
  • Infinix Note 5 ભારતમાં લૉન્ચ, જાણો તેની વિશેષતા

Infinix Note 5 ભારતમાં લૉન્ચ, જાણો તેની વિશેષતા

 | 5:53 pm IST

Infinix ભારતમાં પૂર્ણ એચડી,પૂર્ણ વ્યૂ ડિસ્પ્લે અને 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન Infinix Note 5 લૉન્ચ કર્યો છે. Infinix Note 5 એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન છે જે સ્ટોક એન્ડ્રોઇડ અનુભવ આપે છે, સાથે સાથે તમે અપડેટ્સ મેળવી શકો છો. Infinix ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓટો ઝોન ડિટેકશન અને આર્ટિફિશિયલ ઇન્ટલેજન્સ પાવર મેનેજમેન્ટ આપી રહ્યા છે. Infinix Note 5ની પ્રારંભિક કિંમત 9,999 રૂપિયા છે. આ કિંમતમાં આ સ્માર્ટફોન Xiaomi Redmi Note 5અને Honor 9 Lite જેવા સ્માર્ટફોનને ટક્કર આપશે.

Infinix Note 5ની ભારતનમાં કિંમત 9,999 રૂપિયા છે. આ કિંમતમાં 3 GB રેમ અને 32 GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે. 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 છે. જે 31 ઓગષ્ટથી ફ્લિપકાર્ટ પર Infinix Note 5ના વેચાણની શરૂઆત થશે. આ સ્માર્ટફોન આઇસ બ્લુ, બ્લેક અને ગ્રે ત્રણ કલરમાં આવશે.

ડ્યૂઅલ સિમ ધરાવતા Infinix Note 5 એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર ચાલે છે આ એન્ડ્રોઇડ નંબર-1 સ્માર્ટફોન છે તેથી આશા છે કે તેમાં ઝડપથી એન્ડ્રોઇડ પાઇ અપડેટ્સ મળશે Infinix Note 5માં 5.99 ઇંચનું પૂર્ણ એચડી + પૂર્ણ વ્યુ ડિસ્પ્લે છે.તેનું રિઝોલ્યુશન 1080×2160 પિક્સલ છે. તેનો એસ્પેક્ટ રેશિયો 18: 9 છે સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 85 ટકા છે. ફોનની બોડી ગ્લાસની અને ડિસ્પ્લે પર 2.5 ડી કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન છે. ફોનમાં મીડિયાટેક હેલીઓ પી 23 પ્રોસેસર સાથે એઆરએમ માલી-જી 71 જેપીયુ છે. આ સ્માર્ટફોન 3 GB અને 4 GB રેમ વિકલ્પો સાથે આવે છે.