infix set to launch a new smartphone under rs 8000 with triple rear cameras
  • Home
  • Technology
  • રૂપિયા 8,000થી ઓછામાં આ કંપની લોન્ચ કરશે ટ્રિપલ કેમેરા સેન્સર ધરાવતો સ્માર્ટફોન

રૂપિયા 8,000થી ઓછામાં આ કંપની લોન્ચ કરશે ટ્રિપલ કેમેરા સેન્સર ધરાવતો સ્માર્ટફોન

 | 2:43 pm IST

Transsion Holdingsની સબ-બ્રાન્ડ Infinix આ વર્ષેનો તેનો પ્રથમ સ્માર્ટફોનને લોન્ચ કરવા સજ્જ છે. કંપનીએ આ માહિતી તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર નવી સૂચિ પણ બનાવવામાં આવી છે. આ સૂચિએ સંકેત આપ્યો છે કે ફોનમાં ટ્રીપલ રીઅર કેમેરા આપવામાં આવશે.

સમાચાર મુજબ, આ ફોનની કિંમત રૂ. 8,000 થી ઓછી હશે. જો આવું થાય, તો આ ફોન ટ્રીપલ-રીઅર કેમેરા સાથે સસ્તો ફોન બનશે. હાલમાં આ ટેગ Transsion Holdingsની માલિકીના TECNO Camon i4 સ્માર્ટફોન પાસે છે, જેની કિંમત 9,599 રૂપિયા છે.

Flipkart પર જાહેર થયું ટીઝર:

ફ્લિપકાર્ટની લિસ્ટિંગ પ્રમાણે ફોનમાં ટ્રીપલ રીઅર કેમેરા સાથે બેઝલ-લેસ ડિસ્પ્લે હશે. ઉપરાંત, વૉટરડ્રોપ નોચ પણ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલ ટીઝરમાં ફોનની ફોટોગ્રાફી સ્કીલ્સને બતાવવામાં આવી છે.

ફોનથી ઓછા પ્રકાશની સ્થિતિમાં ફોટોગ્રાફ પણ લઈ શકાય છે. આ ઉપરાંત તેમાં એઝ-ટૂ-એઝ ડિસ્પ્લે આપવામાં આવશે. સમાચાર મુજબ, ફોનમાં 6-ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોન ફ્લિપકાર્ટ એક્સક્લૂસિવ હશે. ફોન વિશે વધુ માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન