મોંઘવારીથી રાહત, ઓગસ્ટમાં રિટેલ ફુગાવો ઘટીને 5.30% નોંધાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોંઘવારીથી રાહત, ઓગસ્ટમાં રિટેલ ફુગાવો ઘટીને 5.30% નોંધાયો

મોંઘવારીથી રાહત, ઓગસ્ટમાં રિટેલ ફુગાવો ઘટીને 5.30% નોંધાયો

 | 2:00 am IST
  • Share

કોરોના અને મોંઘવારી વચ્ચે ભીંસાતી સામાન્ય પ્રજા માટે રાહતના સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં દેશમાં રિટેલ ફુગાવામાં વધુ ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં કસ્ટમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર ૫.૩૦ ટકા રહ્યો હતો. આ અગાઉ જુલાઇમાં ફુગાવાનો દર ૫.૫૯ ટકા નોંધાયો હતો. આ આંકડો સરકાર માટે પણ રાહતરૃપ છે. આંકડા અનુસાર દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં મોંઘવારીનો દર ૫.૨૮ ટકા છે જ્યારે શહેરી ક્ષેત્રોમાં ૫.૩૨ ટકા છે. આ દરમિયાન અનાજની કિંમતમાં ૧.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ગાળા દરમિયાન ફળોની કિંમતમાં ૬.૬૯ ટકાનો વધારો નોંધાયો હતો. જો કે સામે શાકભાજીની કિંમતમાં ૧૧.૬૮ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જુલાઇમાં દેશનો રિટેલ ઇન્ફ્લેશનનો દર ૫.૫૯ ટકા હતો તે જૂનમાં  ૬.૨૬ ટકા હતો.

ઓગસ્ટમાં ખાદ્ય તેલની કિંમતમાં ૩૩ ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે તેના પહેલાં દેશમાં રિટેલ ફુગાવાનો દર જુલાઇમાં પણ નીચે આવ્યો હતો અને ત્યારે તે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મૂકવામાં આવેલી છ ટકાની મર્યાદાની અંદર આવી ગયો હતો. ખાણી-પીણીની ઘણી જરૃરી ચિજવસ્તુઓની કિંમતમાં ખાસ કરીને શાકભાજીની કિંમતમાં ઘટાડો થવાના કારણે સામાન્ય માણસના ખિસ્સાને રાહત થઇ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો