NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મોંઘવારીનો દર ૩.૫૯ ટકા સાથે ૬ મહિનાની ટોચ પર

મોંઘવારીનો દર ૩.૫૯ ટકા સાથે ૬ મહિનાની ટોચ પર

 | 5:12 am IST

નવી દિલ્હી, તા.૧૪

છૂટક મોંઘવારીના દર સાત મહિનાની ટોચ પર પહોંચ્યા બાદ જથ્થાબંધ મોંઘવારી પણ સામાન્ય જનતાને રાહત આપી રહી નથી. માસિક આધાર પર ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર છ મહિનાની ટોચની સપાટી પર ૩.૫૯ ટકા નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો ૨.૬૦ ટકા રહ્યો હતો. દાળ, શાકભાજી, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભાવવધારો આમ આદમીને પરેશાન કરી રહ્યો છે. ફૂડ આર્ટિકલ્સ અને પ્રાઇમકી આર્ટિકલ્સના ભાવોમાં પણ મોટો વધારો નોંધાયો છે. સામાન્ય પ્રજાને સૌથી વધુ શાકભાજીનો ભાવવધારો કનડી રહ્યો છે. ડુંગળીના ભાવોમાં ૧૨૭ ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. જોકે, નોન ફૂડ આર્ટિકલ્સ અને ખાંડમાં મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સરકાર દ્વારા થયેલી જાહેરાત મુજબ ઓક્ટોબર મહિનામાં ગ્રાહક સૂચકાંક અર્થાત રિટેલ ફુુગાવો વધીને ૩.૫૮ ટકાની સપાટીએ પહોંચ્યો છે. વીતેલાં વર્ષમાં આ જ મહિનામાં ફુગાવાનો દર ૪.૨ ટકા હતો, જોકે સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલા ૩.૨૮ ટકા ફુગાવાની તુલનામાં ઓક્ટોબર મહિનામાં ફુગાવાનો દર સાત મહિનાની ટોચે ૩.૫૮ ટકાની સપાટીએ પહોંચ્યો છે. આહારસામગ્રીમાં નોંધાયેલા ૫૦ બેઝિસ પોઇન્ટના ફુગાવાના વધારા તેમજ ઈંધણના ફુગાવામાં નોંધાયેલા ૮૦ બેઝિસ પોઇન્ટના વધારા સાથે ડિસેમ્બરમાં પોલિસી રેટમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન ૧.૨૫ ટકા હતું તે વધીને ઓક્ટોબરમાં ૧.૯૦ ટકા નોંધાયું છે. જૂન મહિનાથી ફુગાવાનો દર સતત વધી રહ્યો છે.આ પહેલાં માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો કે મોંઘવારી ૩.૮૯ ટકા હતી.

શાકભાજી અને ડુંગળીની કિંમતોમાં સૌથી વધુ વધારો

આંકડા અનુસાર ઓક્ટોબરમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સપ્ટેમ્બર કરતાં બમણી થઇ ગઇ હતી. સપ્ટેમ્બરમાં ૨.૦૪ જ્યારે ઓક્ટોબરમાં આ મોંઘવારી ૪.૩૦ ટકા નોંધાઇ હતી. જથ્થાબંધ ફુગાવામાં ફૂડ ઇન્ફ્લેશનની ભાગીદારી ૧૫.૨૬ ટકા રહી હતી. ઓક્ટોબરમાં શાકભાજીમાં જથ્થાબંધ ફુગાવો ૩૬.૬૧ ટકા પર પહોંચી ગયો હતો. ડુંગળીમાં ૧૨૭.૦૪ ટકા મોંઘી થઇ હતી. ફળોમાં પણ જથ્થાબંધ મોંઘવારી ૩.૯૬ ટકા પર પહોંચી હતી.