Inflation worsened People Condition amid the Corona epidemic
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મૂકતાં લોકોની હાલત કફોડી

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મૂકતાં લોકોની હાલત કફોડી

 | 8:40 am IST
  • Share

કોરોના કાળ વચ્ચે રોજગાર ધંધાના ઠેકાણા નથી, ત્યાં પેટ્રોલ – ડિઝલ અને રાંધણગેસ બોટલના ભડકે બળતાં ભાવોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાની હાલત કફોડી બની છે, ત્યારે થોડા દિવસ પહેલા રૃ. ૭૨૫માં ઓનલાઈન રાંધણગેસનો બોટલ બુક કરાવનાર યુવકને ૧૩ દિવસ બાદ એજન્સીએે ૫૦ રૃપિયા વધારો લઈ બોટલ આપ્યો હતો. આવું અનેક ગ્રાહકો સાથે બન્યું છે.

કોરોના વાઈરસની મહામારીના કારણે અનેક લોકોની નોકરીઓ છુટી ગઈ છે, તો ઘણાં ઓછા તથા કપાત પગારે નોકરી કરવા મજબુર બન્યાં છે, આવા કપરા સમય વચ્ચેે મોંઘવારીએ જે રીતે માઝા મુકી છે, તે જોતાં સામાન્ય નાગરિકો માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલરૃપ બન્યાં છે. તેમાંય જીવન જરૃરી બની ગયેલા રાંધણગેસના બોટલમાં દિવસે દિવસે વધી રહેલા ભાવ વધારાને કારણે સીધો માર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. ભાજપ દ્વારા ઘરે ઘરે પાઈપ લાઈનથી ગેસ આપવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આજે પણ લાખો લોકો રાંધણગેસના બોટલ પર નિર્ભર છે, તેમાં અસહ્ય ભાવ વધારાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર ૮ હજારના માસિક પગારે દુકાનમાં નોકરી કરતાં પાણીગેટના મતીને જણાવ્યું હતું કે, તા. ૪ ફેબ્રુઆરીએ મેં ઓન લાઈન રાંધણગેસનો બોટલ બુક કરાવ્યો હતો. જેના રૃ. ૭૨૫ ચૂકવવા પડશે, તેવો મેસેજ એજન્સી તરફથી આવ્યો હતો. ૧૦ દિવસ સુધી મને બોટલ આપ્યો નહીં અને તા. ૧૫ ફેબ્રુઆરીએ ફરી એન્જસીએ મેસેજ કર્યાે કે, રાંધણ ગેસના બોટલના હવે રૃ. ૭૨૫ની જગ્યાએ તમારે રૃ. ૭૭૫ ચુકવવાના છે. જેથી મેં ગેસ એજન્સીને પુછતાં ભાવ વધારો થયો હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધા હતા. આમ, રૃ. ૭૨૫માં બુકીંગ કરાવ્યા બાદ મારે વધારાના રૃપિયા ૫૦ આપવા પડયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાગલગાટ છેલ્લા બાર દિવસથી પેટ્રોલ- ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાવ વધારો નિયંત્રણમાં આવવાનું કે સ્થિર થવાનું નામ લેતો નથી. પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પર પડતાં તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન