NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘રાગ દેશ’ : સુભાષચંદ્ર બોઝની આર્મીના દેશપ્રેમથી તરબોળ ત્રણ આર્મીમેનની સંઘર્ષગાથા

‘રાગ દેશ’ : સુભાષચંદ્ર બોઝની આર્મીના દેશપ્રેમથી તરબોળ ત્રણ આર્મીમેનની સંઘર્ષગાથા

 | 8:50 pm IST

તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ ‘રાગ દેશ’ હિન્દી સિનેમાના ઈતિહાસમાં પ્રથમ એવી ફિલ્મ બની ચૂકી છે જેનું ટ્રેલર પાર્લામેન્ટમાં રીલિઝ કરવામાં આવ્યું હોય. આ ફિલ્મ 1945માં થયેલા રેડ ફોર્ટ ટ્રાયલ્સ પર આધારિત છે, જેમાં અમિત સાધ, કુણાલ કપૂર અને મોહિત મારવાહ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. 28 જુલાઈના રોજ રીલિઝ થનારી ‘રાગ દેશ’નું ટ્રેલર દેશભક્તિથી ભરપૂર છે અને લોકોને પણ આ ટ્રેલર ખૂબ પસંદ પડી રહ્યું છે.

‘રાગ દેશ’ નામની આ ફિલ્મમાં આપણા દેશે બ્રિટિશરો પાસેથી કેવી રીતે આઝાદી મેળવી, આપણા નેતા સુભાષચંદ્ર બોઝે બનાવેલી આઝાદ હિન્દ ફોજે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેવી ભૂમિકા નિભાવી હતી, તેમણે બ્રિટિશ લશ્કરમાંથી ભારતીય ૪૦,૦૦૦ સૈનિકોને ભેગા કરીને કેવી રીતે બોઝે સ્વાતંત્ર્ય એકમ બનાવ્યું, નહેરુજી અને ગાંધીજીએ સ્વતંત્રતા માટે લડેલી લડત અને દેશ માટે શું શું કર્યું હતું તે બધી કથા ફિલ્મમાં દર્શાવવામાં આવશે.

ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે ઈન્ડિયન નેશનલ આર્મીના ત્રણ અધિકારીઓ કર્નલ પ્રેમ સેહગલ, કર્નલ ગુરુબખ્શ સિંહ ઢિલ્લો અને મેજર જર્નલ શાહ નવાઝ ખાન નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાનીમાં ભારતને આઝાદ કરાવવા માટે નીકળી પડે છે અને અંગ્રેજો તેમના હત્યાનો કેસ ચલાવે છે.