જો ક્યાંય ફોન ભુલાઈ જાય કે ચોરાઈ જાય તો ન કરતા 'આ' ભુલ, નહીંતર રોવું પડશે રાતા પાણીએ - Sandesh
NIFTY 10,400.15 +21.75  |  SENSEX 33,849.23 +74.57  |  USD 64.6950 +0.49
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • જો ક્યાંય ફોન ભુલાઈ જાય કે ચોરાઈ જાય તો ન કરતા ‘આ’ ભુલ, નહીંતર રોવું પડશે રાતા પાણીએ

જો ક્યાંય ફોન ભુલાઈ જાય કે ચોરાઈ જાય તો ન કરતા ‘આ’ ભુલ, નહીંતર રોવું પડશે રાતા પાણીએ

 | 8:47 pm IST

રિક્ષામાં મોબાઈલ ફોન ભૂલી ગયેલી મુંબઈના પરા મુલુંડની યુવતીને જ્યારે તેના કોન્ટેક લિસ્ટમાંના જાણીતા લોકોના ફોન આવવા માંડયા અને તેમણે કહ્યું કે વોટ્સએપ પર તેના નામે રૂપિયા ૨૦૦૦૦ મગાઈ રહ્યા છે ત્યારે એ ચોંકી ઊઠી હતી. એણે ત્યાર બાદ તરત સિમકાર્ડ બંધ કરાવ્યું હતું, પણ એટલાથી જ તેની મુશ્કેલીનો અંત નહોતો આવ્યો. જેના હાથમાં ફોન આવ્યો હતો ચાલાક વ્યકિતે ત્યાર બાદ પણ તેની છેતરપિંડી ચાલુ જ રાખી હતી,

૨૦ જૂને સોનિયા (નામ બદલ્યું છે) તેનો મોબાઈલ રિક્ષામાં ભૂલી ગઈ હતી. તેણે ત્યાર બાદ બીજા ફોનથી પોતાના ફોન પર રિંગ આપી હતી. તેને હતું કે રિક્ષાવાળો તેને એ મોબાઈલ પાછો આપશે, પણ એવુ બન્યું નહોતું. તેણે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં સિમ પણ બંધ કરાવ્યું નહોતું. કેટલાક દિવસો બાદ તેના મિત્રો- સંબંધીઓ બધા તરફથી તેને ફોન આવવા માંડયા કે એ વોટ્સએપ પર રૂા. ૨૦૦૦૦ કેમ માગી રહી છે? ત્યારે તેણે તેમને કહ્યું હતું કે તેનો મોબાઈલ ખોવાઈ ગયો છે. અંદાજે ૫૦ જણના ફોન આવ્યા બાદ તેણે તેનું સિમ બ્લોક કરાવ્યું હતું.

જોકે તેનો પણ ખાસ કોઇ ફાયદો થયો નહોતો. એ ફોન વાપરનારે ત્યારબાદ વાઇફાઇની મદદથી સોનિયાનું વોટસએપ ચાલુ રાખ્યું હતું. એ પછી સોનિયાએ નવા સિમ કાર્ડ પર વોટસએપ ઇન્સ્ટોલ કર્યું હતું. જોકે એ પછી પણ તેની મુસીબતનો અંત નહોતો આવ્યો. એ પછી ફોન ધરાવનારે તેના કોન્ટેક્ટ લિસ્ટના લોકોના કોન્ટેકટ અન્ય ફોન પર લઇ લીધા હતા અને તેના વડે લોકો પાસે રૂપિયા માગવાનું ચાલુ કરી દીધું હતું. એટલું જ નહી સોનિયાના ફોટો સાથેનું બીજુ વોટ્સએપ એકાઉન્ટ બનાવી લોકો પાસેથી રૂપિયા માગવાનું ચાલુ રાખ્યું હતું.

મુલુંડ પોલીસે પણ પહેલા આ ઘટનાને ગંભીરતાથી નહોતી લીધી. માત્ર ફોન ખોવાયો એટલી જ નોંધ તેમણે લીધી હતી. એ ગઠિયાએ સોનિયાના ઓળખીતા લોકોને બે એકાઉન્ટ નંબર અને એપ પેટીએમ નંબર આપી તેમાં એ રૂપિયા ૨૦૦૦૦ જમા કરાવવાનું કહ્યું હતું. પોલીસે એ પછી આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી હતી.એે બેન્ક એકાઉન્ટ વિશે તપાસ કરતાં એક એકાઉન્ટ ગોવામાં ઓપરેટ થતું હતું. જે સિક્યોરિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સર્વિસ ફર્મમાં કામ કરતા કર્મચારીનું સેલેરી એકાઉન્ટ હોવાનું જણાઈ આવ્યું હતું. એ એકાઉન્ટમાંથી વિરારમાંથી સોથી વધુ વખત રૂપિયા કઢાવાયા હતા. જ્યારે બીજુ એકાઉન્ટ ઉત્તર પ્રદેશમાંથી ઓપરેટ થઈ રહ્યું છે.