Infosys, Wipro Announce Q2 Results better than expected
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઈન્ફી.નો નફો 12 ટકા ઊછળી રૂ. 5428 કરોડ, વિપ્રોનો રૂ. 2931 કરોડનો નફો

ઈન્ફી.નો નફો 12 ટકા ઊછળી રૂ. 5428 કરોડ, વિપ્રોનો રૂ. 2931 કરોડનો નફો

 | 7:50 am IST
  • Share

  • ઈન્ફોસિસે શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ જાહેર કર્યું

  • વિપ્રોનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 19ટકા વધી રૂ. 2931 કરોડ રહ્યો

દેશની અગ્રણી આઈટી કંપનીઓ ઈન્ફોસિસ અને વિપ્રોએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અપેક્ષિત પરિણામો જાહેર કર્યાં હતાં. ઈન્ફોસિસે બીજા ક્વાર્ટર માટે 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5428 કરોડનો કોન્સોલિડેટેડ નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4845 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 29602 કરોડ પર જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 24570 કરોડ પર હતી. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

દેશમાં ત્રીજા ક્રમની આઈટી કંપની વિપ્રોનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 19ટકા વધી રૂ. 2931 કરોડ રહ્યો હતો. જ્યારે કોન્સોલિડેટેડ રેવન્યૂ 30 ટકા ઉછળી રૂ. 19670 કરોડ પર જોવા મળી હતી. કોપ્કોની ખરીદી તથા વેતન વૃદ્ધિને કારણે ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 9.6 ટકા ઘટાડો દર્શાવતો હતો. કંપનીની આઈટી સર્વિસીસ સેગમેન્ટ 258 કરોડ ડોલર પર જોવા મળી હતી. જે ત્રિમાસિક ધોરણે 6.9ટકાની જ્યારે વાર્ષિક ધોરણે 29.5 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. કંપનીના આઈટી સર્વિસિસ ઓપરેટિંગ માર્જિન 17.8 ટકા પર રહ્યાં હતાં. જે ત્રિમાસિક ધોરણે 104 બેસીસ પોઈન્ટસનો ઘટાડો સૂચવે છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈટી ર્સિવસ સેગમેન્ટમાં 116 નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં. જ્યારે આઈટી ર્સિવસ સેગમેન્ટમાં કુલ કર્મચારી સંખ્યા 2,21,365 પર પહોંચી હતી. વિપ્રોનો શેર બુધવારે 2 ટકા સુધારા સાથે રૂ. 672.35 પર બંધ રહ્યો હતો.

ઈન્ફોસિસના સીઈઓ અને એમડીએ  જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં આકર્ષક દેખાવ અને મજબૂત ગ્રોથ આઉટલૂક અમારી ડિજિટલ ઓફરિંગ્સની મજબૂતી અને અમારા સ્ટ્રેટેજિક ફોકસને દર્શાવે છે. વૈશ્વિક એન્ટરપ્રાઈઝિસ ઝડપથી ડિજિટલાઈઝ્ડ બની રહ્યાં છે અને તેને કારણે અમે મજબૂત માર્કેટ તકો જોઈ રહ્યાં છીએ. તેમણે આગામી સમયગાળા માટે 16.5 ટકાથી 17.5 ટકાનું મજબૂત રેવન્યૂ ગ્રોથ ગાઈડન્સ આપ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો