Infra sector is attractive for ITD CEMENTATION investment
  • Home
  • Business
  • ઇન્ફ્રા સેક્ટરે ITD CEMENTATION રોકાણ માટે આકર્ષક

ઇન્ફ્રા સેક્ટરે ITD CEMENTATION રોકાણ માટે આકર્ષક

 | 9:00 am IST
  • Share

 

ITD સિમેન્ટેશન લિમિટેડની પ્રમોટર વિદેશી કંપની ઇટાલિયન થાઈ ડેવલોપમેન્ટ કંપની લિમિટેડ છે. આ કંપની અર્બન ઇન્ફ્રા, એમઆરટીએસ, મરીન સ્ટ્રક્ચર્સ, હાઈડ્રો, ટનલ, ઇરિગેશન પ્રોજેક્ટ્સ, એરપોર્ટ, હાઈવે, બ્રિજિસ, ફ્લાઈઓવર, વોટર અને વેસ્ટ વોટર સેગ્મેન્ટ, ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રક્ચર/બિલ્ડિંગ્સ અને સ્પેશિયાલિસ્ટ ફઉન્ડેશન અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ વગેરેનું નિર્માણ કરે છે.

કંપનીની ઇક્વિટી માત્ર રૂ.17.18 કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.1,048.52 કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો 46.64 ટકા, મ્યુચ્યુઅલ ફ્ંડ્સ 19.59 ટકા, વિદેશી રોકાણકારો 10.67 ટકા અને પબ્લિક 23.10 ટકા સ્ટેક ધરાવે છે.  

જૂન ક્વાર્ટરમાં કંપનીના પરિણામો ખૂબ જ સુંદર રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 106.67 ટકા વધીને રૂ. 825.54 કરોડ થઈ છે જ્યારે કંપનીનો ઓપરેટિંગ પ્રોફ્ટિ રૂ. 29.86 કરોડથી 162.02 ટકા વધીને રૂ. 78.24 કરોડ થયો છે. કંપનીએ રૂ.16.98 કરોડની નુકસાની સામે રૂ.17.89 કરોડનો નફો હાંસલ કર્યો છે.

કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ.1.04ની ઈપીએસ હાંસલ કરી છે. આ કંપનીના હાથ ઉપર જૂન 2021ના અંતે રૂ.12,036 કરોડના જંગી ઓર્ડર્સ હતા એટલે કે, આ કંપની પાસે આશરે 4 વર્ષ સુધી ચાલે એટલા જંગી ઓર્ડર્સ છે અને જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ.1,600 કરોડના નવા ઓર્ડર્સ હાંસલ કર્યા હતા.  

આ કંપની ખાસ કરીને દુર્લભ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરવામાં નિપુણતા ધરાવે છે અને કંપની પાસે જેટલા ઓર્ડર્સ છે એમાંથી 43 ટકા ઓર્ડર્સ પીએસયુ કંપનીઓ પાસેથી, 47 ટકા ઓર્ડર્સ સરકાર પાસેથી અને 10 ટકા ઓર્ડર્સ ખાનગી કંપનીઓ પાસેથી મળેલા છે. કંપની નાગપુરમાં મેટ્રો પ્રોજેક્ટ પૂરો કરી રહી છે તો ત્રિચીમાં એરપોર્ટ પ્રોજેક્ટ કરી રહી છે.

બંગાળ અને સિક્કિમમાં રેલવે ટનલ બનાવી રહી છે તો પૂણેમાં ઇરિગેશન પ્રોજેક્ટ કરી રહી છે. આમ કંપની અનેક રાજ્યોમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી રહી છે અને ખાસ કરીને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર મોટા પાયે ફેકસ કરી રહી છે જેનો ફાયદો આવનાર સમયમાં આ પ્રકારની કંપનીઓને મળી શકે છે.  

આ કંપનીના શેરનો ઓલટાઈમ હાઈ ભાવ રૂ.235.20 હતો જે નવેમ્બર 2017માં જોવા મળ્યો હતો. આ કંપનીએ 2017-18માં રૂ.202.55ના ભાવે ક્યૂઆઈપી ઇશ્યૂ કર્યો હતો અને હાલમાં આ સ્ટોક માત્ર રૂ.92 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.  

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આ સ્ટોક રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સ્ટોકમાં રૂ. 74ના સ્ટોપ લોસ સાથે મધ્યમથી લાંબાગાળાનું રોકાણ કરી શકાય. ઉપરમાં આવનાર 12થી 15 મહિનામાં આ સ્ટોક રૂ.150થી 175નો આંક દર્શાવી શકે છે.  

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો