ઇન્ફ્રાસ્ટ્રકચરનાં કામો પૂરાં થયાં ન હોવાને કારણે દેશના સૌથી વધુ લાંબા  બંદરનું ઉદ્ઘાટન પાછળ ઠેલાયું - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ઇન્ફ્રાસ્ટ્રકચરનાં કામો પૂરાં થયાં ન હોવાને કારણે દેશના સૌથી વધુ લાંબા  બંદરનું ઉદ્ઘાટન પાછળ ઠેલાયું

ઇન્ફ્રાસ્ટ્રકચરનાં કામો પૂરાં થયાં ન હોવાને કારણે દેશના સૌથી વધુ લાંબા  બંદરનું ઉદ્ઘાટન પાછળ ઠેલાયું

 | 3:58 am IST

મુંબઈ, તા. ૧

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક કામો પૂરાં થયાં ન હોવાને કારણે જેએનપીટી બંદર અંતર્ગત ૭,૯૧૫ કરોડના ખર્ચે દેશનું સૌથી મોટી લંબાઇ ધરાવતું બંદર ડિસેમ્બરના આખરમાં કાર્યાન્વિત થવાની આશા ઓછી છે. આને કારણે હવે આ બંદરનું ઉદ્ઘાટન ૧૫મી જાન્યુઆરીથી આગળ ઠેલવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બંદરનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે એવી હિલચાલ શરૂ કરી દેવામાં આવી હોઇ ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનનું ઔચિત્ય સાધીને પ્રમુખ અતિથિ તરીકે સિંગાપોરના વડા પ્રધાનના હસ્તે ચોથા બંદરનું ઉદ્ઘાટન કરવાનો પ્રયત્ન શિપિંગ મંત્રાલય તરફથી શરૂ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

જેએનપીટી અંતર્ગત ખાનગીકરણમાંથી ચોથું બંદર ઊભું કરવામાં આવી રહ્યું છે. વિદેશી રોકાણમાંથી એટલે એફડીઆઇમાંથી ઊભું કરવામાં આવનારું આ દેશનું પહેલું બંદર છે. સૌથી વધુ લંબાઇ ધરાવતું અને ૪૮ લાખ કન્ટેરનર ઊભા રાખવાની ક્ષમતા ધરાવતા આ બંદર પર રૂ. ૭૯૧૫ કરોડ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બે તબક્કામાં ઊભા કરવામાં આવનારા બંદરનું પહેલા તબક્કાનું કામ ડિસેમ્બરના આખરમાં પૂરું થવાનો નિર્ધાર હતો. જોકે આવશ્યક પાયાભૂત સુવિધાની અનેક કામો અધૂરાં રહી ગયાં હોવાને કારણે ડિસેમ્બર આખરમાં ચોથું બંદર કાર્યાન્વિત કરવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.

આને કારણે જેએનપીટી અને સિંગાપોર સરકાર મળીને ઉભારવામાં આવનારા જેએનપીટીના ચોથા બંદરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ૧૫મી જાન્યુઆરી પછી કરવામાં આવશે એવું બંદર પ્રશાસને જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશના સૌથી વધુ લંબાઇ ધરાવતા અને મોટા બંદરનું ઉદ્ઘાટન કરવાની હિલચાલને હાલમાં વેગ આવ્યું છે.

પ્રજાસત્તાક દિનના ઔચિત્યને સાધીને પ્રમુખ અતિથિ તરીકે સિંગાપોરના વડા પ્રધાન દિલ્હીમાં ઉપસ્થિત રહેશે એવું કહેવાઇ રહ્યું છે. આ બંને પ્રસંગને અનુરૂપ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ચોથા બંદરના ઉદ્ઘાટનના શાહી કાર્યક્રમને હાથ ધરવામાં આવે એવી હિલચાલ શિપિંગ કોર્પોરેશન તરફથી શરૂ કરી દેવામાં આવી છે.

;