પહેલ : જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી ૧૯ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કર્યા - Sandesh
  • Home
  • Mehsana
  • પહેલ : જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી ૧૯ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કર્યા

પહેલ : જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી ૧૯ શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કર્યા

 | 12:52 am IST

। મહેસાણા ।

શિક્ષક દિન નિમિત્તે મહેસાણા ખાતે સાર્વજનિક કેળવણી સંકુલના કમળાબા હૉલમાં જિલ્લા અને તાલુકા કક્ષાના ૪૦ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી જિલ્લાના ૧૯ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં. જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિએ શિક્ષકોને એવોર્ડ આપવા સ્વભંડોળમાંથી નાણાં ફાળવવાનો આ પ્રથમવાર પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત જિલ્લાની ૪ વિદ્યાલયોને સ્વચ્છતા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લાની જે ચાર સ્કૂલોને સ્વચ્છતા પુરસ્તાર મળ્યા છે. તેમાં શહેરની જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, વિસનગર તાલુકાના કમાણાની ભારતી વિદ્યાલય, ઊંઝા તાલુકાના કહોડાના કે.એન.પટેલ સર્વોદય હાઈસ્કૂલ અને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડાની સરસ્વતી વિદ્યાલયનો સમાવેશ થાય છે. સ્વચ્છતા પુરસ્કાર મેળવનાર આ વિદ્યાલયોને રૂ. ૫,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.   એવોર્ડ મેળવનાર જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ શ્રેષ્ઠ  શિક્ષકોએ તેમને મળેલા રોકડ પુરસ્કારની રકમ પોતાની  શાળાઓમાં સખાવત પેટે આપી દેવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ જયશ્રીબેન પટેલ,  ધારાસભ્યો ભરતસિંહ ડાભી, ડૉ.આશાબેન પટેલ, ભરતજી ઠાકોર અને  રમણભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શીલાબેન પટેલ,  શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઈ ચૌધરી, કલેક્ટર  એચ.એમ.પટેલ અને ડીડીઓ મનોજ દક્ષિણી સહિત અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી

પટેલ નીતિનકુમાર મણિલાલ, પ્રજાપતિ મનિષકુમાર બળદેવભાઈ, વિહોલ દિલીપસિંહ પ્રવિણસિંહ અને પટેલ ગાયત્રીબેન રમેશચંદ્રનો સમાવેશ થાય છે.

તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી

મોદી અશોકકુમાર વાસુદેવ, વ્યાસ સંધ્યાબેન બિપીનચંદ્ર, પટેલ રમીલાબેન ગણેશભાઈ, પટેલ રમીલાબેન અરવિંદભાઈ, પરમાર ધનજીભાઈ વીરાભાઈ, ઠાકોર બાબુજી જેણાજી, પ્રજાપતિ મેહુલકુમાર મોહનભાઈ, સુથાર ભાવેશકુમાર રમેશભાઈ, ઠાકોર અમરસંગજી માનસંગજી, પ્રજાપતિ ભીખાભાઈ મોહનબાઈ, પ્રજાપતિ હસુમતિબેન રણછોડભાઈ, પટેલ મુકેશકુમાર રતિલાલ, પટેલ અરવિંદકુમાર આત્મારામ, ગજ્જર મનિષભાઈ અમૃતભાઈ, પ્રજાપતિ કૈલાશબેન વિરચંદભાઈ, રાઠોડ અજીતસિંહ પ્રવિણસિંહ, દરજી નરેશકુમાર કાન્તિલાલ