Insect Found in Almond From D Mart In Rajkot, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • D-martનો Video સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ, બદામનું પેકેટ જોઇ ખરીદવાનું ભૂલી જશો

D-martનો Video સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ, બદામનું પેકેટ જોઇ ખરીદવાનું ભૂલી જશો

 | 10:00 am IST

રાજ્યમાં હમણાં-હમણાંથી જાણે હોટલ-રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત, વંદા અને ઈયળો નીકળવાની ઘટનાઓએ જાણે માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. હજી થોડાક દિવસ પહેલા જીવતી ઈયળ નીકળવાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક રાજકોટ ડી-માર્ટનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રાજકોટ ડી-માર્ટમાં બદામના પેકેટમાં કચરો અને જીવાતો ફરતી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

આ ઘટનામાં રાજકોટ D martના વાયરલ વીડિયોમાં બદામના પેકેટમાં કચરો અને જીવાત હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના D martનું બિલ પણ દર્શાવામાં આવ્યું છે. આ ડી-માર્ટ મોલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલો છે.

આ અગાઉ સુરતની ટેક્સ પ્લાઝા હોટલના ડીનરમાં પીરસવામાં આવેલી થાળીમાં જીવતી ઇયળ ચાલી રહી હોવાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં તરતો મૂક્યો હતો. સૌ પ્રથમ ગ્રાહકે પોતાના ડીનરમાં જીવતી ઈયળ જોઇને વેઇટરને જાણ કરી હતી. ગ્રાહકે હોટલના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. જે બાદમાં હોટલ મેનેજરે બિલની રકમ માફ કરીને મામલો પતાવી દેવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન