Insects showed bravery Mantis Fight Against Fire in 13 seconds Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કીડાએ 13 સેકન્ડ સુધી આગ ઓકતા મશીન સામે દેખાડી બહાદુરી, વીડિયો વાયરલ

કીડાએ 13 સેકન્ડ સુધી આગ ઓકતા મશીન સામે દેખાડી બહાદુરી, વીડિયો વાયરલ

 | 9:40 pm IST
  • Share

એવું કહેવાય છે કે કામ બોલવાથી થતું નથી, કામ પોતે બોલે છે. બહાદુરીની પણ એ જ રીત છે, તે બતાવવામાં આવતી નથી પરંતુ તે જાતે જ જોવામાં આવે છે. એક કીડો, કેટલો બહાદુર હોઈ શકે? શું તે હિંમતભર્યું કામ કરી શકે છે કે તે ફાયર-સ્પીવિંગ મશીન સાથે બાથ ભીડે. તો તમારા મનમાં આવતું હશે કે આવું તો આયર્નમેન જ કરી શકે. પરંતુ એક કીડા (Mantis)એ આવું કરી દેખાડ્યું છે, તે આગ ઓંકતા મશીનની સામે આવી ગયો હતો.

મશીન પોતાનું કામ કરી રહ્યું છે. તેમાથી ભયાનક આગ નીકળી રહી છે. પરંતુ આ કીડો બિવકુલ ડરતો નથી પરંતુ તે એક યોદ્ધાની માફક જ તેનો સામનો કરે છે. જેને જોઇ એવું લાગે છે કે તે આગની સામે લડી રહ્યો છે. જેના પછી તે આગના હુમલાથી બચીને સીધો મશીન પર ચઢી જાય છે.

આ કીડાની બહાદુરીને આખા વીડિયોમાં જોઇ શકાય છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને 40 લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, તેમને આ વીડિયો કોઇ ફિલ્મ જેવો જ લાગ્યો છે. ત્યાં જ ઘણા યૂઝર્સ આ વીડિયોને જોઇ કિડાની બહાદુરીથી દંગ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો