Inside war room story of PM Modi's Strategic Planning
  • Home
  • Election 2019
  • PM મોદીનાં ‘વોરરૂમ’ની ઈનસાઈડ સ્ટોરી, આ રણનીતિ હેઠળ BJP પહોંચી 300ને પાર

PM મોદીનાં ‘વોરરૂમ’ની ઈનસાઈડ સ્ટોરી, આ રણનીતિ હેઠળ BJP પહોંચી 300ને પાર

 | 3:59 pm IST

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સુનામીમાં દેશ કેસરિયા રંગમાં રંગાય ગયો. બીજેપીના નેતૃત્વમાં એનડીએને 542માંથી 350 સીટો જીતીને વિપક્ષનાં સૂપડાં સાફ કરી દીધા. હાલ એ થઈ ગઈ કે, આ વખતે પણ લોકસભામાં કોઈ પણ મુખ્ય વિપક્ષી પક્ષ નહીં રહે. સમગ્ર લોકસભા ચૂંટણી એક નામ અને એક ચેહરા પર લડાઈ હતી. અને તે હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આ મોદીની વિજયી રણનીતિ હતી, જેણે બીજેપીને રેકોર્ડબ્રેક જીત અપાવી હતી.

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પીએમ મોદીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને વડા પ્રધાન મોદીના રૂપમાં પોતાના જનમત સંગ્રહમાં બદલી દીધો. તેઓએ આ દાવથી કોંગ્રેસના રાફેલ એટેકની હવા કાઢી દીધી. તેઓએ એ વાત સુનિશ્ચિત કરી કે, બીજેપી ગઠબંધન સહયોગી ચૂંટણી પ્રચારના દરમિયાન તેમની સાથે મંચ પર નજર આવે. તે બાદ તેઓએ સમગ્ર દેશમાં ચૂંટણી પ્રચારની મેરેથોન પારી શરૂ કરી દીધી.

પીએમ મોદીએ ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવીને કામ કર્યું

ટીમ મોદીમાં સામેલ પ્રમુખ સભ્યોને જણાવ્યું કે, પીએમ મોદીએ ચૂંટણી જીતવા માટે એક રણનીતિ હેઠળ કામ કર્યું હતું. તેમણે ચૂંટણી આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ જાન્યુઆરીથી માર્ચ સુધી 100 જેટલી રેલીઓ કરી હતી. તે બાદ પીએમ મોદીએ ચૂંટણી દરમિયાન 51 દિવસોમાં 146 રેલીઓ અને રોડ શો કર્યા હતા. તે માટે તેઓએ દેશની લગભગ અડધી સીટોને કવર કરી લીધી હતી.

તેઓએ કહ્યું કે, પીએમ મોદી જ્યાં પણ રેલી કરવા જઈ શકતા ન હતા, ત્યાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ જનસભા કરતાં કે પછી રોડ શો કરતા હતા. બંને એ સુનિશ્ચિત કરતાં હતા કે, કોઈ પણ જગ્યા પર રેલી રિપીટ ન થાય. આ રીતે પીએમ મોદીએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે, એનડીએમાં સામેલ સહયોગી દળોનાં નેતા તેમની રેલીઓ અને વારાણસીમાં નામાંકન સમયે હાજર રહે. આ રીતે પીએમ મોદીએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે, તે ગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે.

પીએમ મોદીની લોકપ્રિયતા વર્ષ 2014ના મુકાબલે વધારે

તેના વિરુધ્ધ બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી દળોનાં નેતા રાહુલ ગાંધીની રેલીઓમાં ખુબ જ ઓછા દેખાયા હતા. એટલું જ નહીં, ટીમ મોદીએ સોશિયલ મીડિયા અને ઓનલાઈન સર્ચ ટ્રેન્ડનો ડેટા ભેગો કર્યો, જેમાં ખબર પડી કે મોદીની લોકપ્રિયતા વર્ષ 2014ના મુકાબલે વધારે હતી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, શરૂઆતથી એક વસ્તુ સ્પષ્ટ હતી કે સમગ્ર ફોકસ મોદી પર જ રાખવાનું છે. પોસ્ટરથી લઈને સોશિયલ મીડિયામાં પ્રચારમાં પણ તેના પર ફોકસ કરાયું હતું, જેથી મોદીને ફરીવાર સત્તામાં લાવી શકાય.

તેઓએ કહ્યું કે, પ્રચાર મારફતે એ જણાવવાનો પ્રયાસ કરાયો કે, ફક્ત મોદી વિકાસ, સુરક્ષા અને સ્થિર સરકાર આપી શકે છે. આ લડાઈમાં કોઈ વિપક્ષી ન હતો. આ ચૂંટણી પીએમ મોદીનો જનમત સંગ્રહ હતો. કોંગ્રેસે જ્યાં સોશિયલ મીડિયા પર ન્યાય, રાહુલ ગાંધીના નેતૃત્વ, પ્રિયંકા ગાંધીના આવવા પર ફોકસ કર્યું, તો બીજેપીએ ફક્ત એક બાર મોદી સરકાર પર જોર આપ્યું.

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ વિપક્ષ પરેશાન હતો

ટીમ મોદીએ કહ્યું કે, મોદીએ તરત જ પકડી લીધું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ વિપક્ષ પરેશાન છે. બીજેપીના એક રણનીતિકારે કહ્યું કે, બાલાકોટ એક એવો મુદ્દો હતો, જેણે સૌથી વધુ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીની રેલીઓમાં સૌથી વધુ પસંદ કરાયો હતો, ખાસ કરીને પીએમ મોદીના ઘરમાં ઘૂસીને મારીશુંના નિવેદનને પસંદ કરવામાં આવતું.

તેઓએ કહ્યું કે, પીએમ મોદીએ આ વખતે પોતે જ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર છેનાં નારાનો સામનો કર્યો, અને હું પણ ચોકીદાર અભિયાન ચલાવ્યું. પીએમ મોદીના આ દાવે ભ્રષ્ટાચારના આરોપોને હાંસિયામાં ધકેલી દીધા. આ સાથે મોદીએ રાષ્ટ્રવાદના નારાને આગળ વધાર્યો. વડા પ્રધાનનું આ અભિયાન ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરી ગયું અને બીજેપીને જીત મળી ગઈ. એટલું જ નહીં, આચારસંહિતા દરમિયાન બીજેપીના સોશિયલ મીડિયા પર પ્રચારમાં કોંગ્રેસને ધોબીપછાડ આપી દીધી હતી.

રેલીઓમાં સૌથી વધારે ફોકસ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર

ટીમ મોદીના સભ્યે જણાવ્યું કે, પીએમ મોદીએ પોતાની ચૂંટણી રેલીઓમાં સૌથી વધારે ફોકસ યુપી અને પશ્ચિમ બંગાળ પર કર્યું હતું. બીજા તબક્કામાં મોદીએ કોંગ્રેસશાસિત મધ્યપ્રદેશમાં નવ અને રાજસ્થાનમાં આઠ રેલીઓ કરી હતી. પૂર્વ યુપીમાં પીએમ મોદીએ પોતાનું જોર લગાવી દીધું હતું, અને 18 રેલીઓ કરી હતી. મોદીની આ રણનીતિ પણ કામ કરી ગઈ અને અખિલેસ તથા માયાવતીને પૂર્વ યુપી પર ફોકસ કરવું પડ્યું. પીએમ મોદીએ નાંદેડ, ડાયમંડ હાર્બર અને જોધપુર જેવી સીટો પર રેલીઓ કરી, કે જેને વિપક્ષ પોતાની સુરક્ષિત સીટ સમજતો હતો. તેના મારફતે મોદીએ એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે, તે વિપક્ષને માફ કરવાના મૂડમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન